કોલેજ કેમ્પસમાં ક્રાઇસ્ટ કોલેજ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ અને ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. કોલેજનો શિલાન્યાસ શ્રી વજુભાઈ વાળા અને મહાન વીજ્ઞાનિક ડો. એ.પી. જે. અબ્દુલ કલામ દ્વારા ઉદ્ઘાટન થયું હતું.
કેમ્પસ આ રવિવારે ક્રાઇસ્ટ કોલેજ ગ્રાઉંડ ખાતે તેની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવા માટે તૈયાર છે. હાજર વિદ્યાર્થીઑ તેમના વાલીઓ,સ્ટાફ, સભ્યો, ઍલ્યુમિની વિધ્યાર્થીઓ, ઍલ્યુમિની સ્ટાફ રાજકોટ શહેરના વિવિધ મહાનુભાઓ અને ગુજરાત રાજ્યના અગ્રણી આગેવાનો સહિત ૭૦૦૦ થી વધુ પ્રેક્ષકો આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
કોલેજ ઉદ્ઘાટનથી આજદિન સુધી કોલેજ હમેશા સફળતાના શિખરો સર કરતી આવી છે. કોલેજ હમેશા વિધાર્થીઑ માટેની તમાંમ સરકારી પહેલો અને યોજનાઓને સમર્થન આપે છે. અને હમેશા કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સંપૂર્ણ સંકલન સાથે કાર્ય કરે છે.
ક્રાઇસ્ટ કોલેજ રાજકોટના વિધાર્થીઑ આજે ઘણા જ સફળતાપૂર્વક સાહસિક છે અને ભારત અને વિદેશમાં ખુબજ સારા હોદ્દા પર કામ કરી રહ્યા છે અને આપણાં મહાન રાષ્ટ્રના વિકાસમાં હમેશા યોગદાન આપી રહ્યા છે.
ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસના ડાયરેક્ટર ડો. ફાધર જોમોન થોમના ક્રાઇસ્ટ કોલેજની સફળતામાં ફાળો આપવા બદલ કોલેજ કેમ્પસ સાથે સંકળાયેલા તમામ લોકોનો આભાર માને છે. તેઓ વચન આપે છે કે આવનારા ભવિષ્યમાં કોલેજ કેમ્પસ ઉચ્ચ શિક્ષણનું મંદિર બનશે અને આ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠતાનુંનું કેન્દ્ર બનશે અને કોલેજ કેમ્પસમાં સફળતાના ઘણા વધુ પીછા ઉમેરાશે.