- અમદાવાદ એરપોર્ટ પર 50 થી વધુ ફ્લાઇટ પાર્ક થશે
- અન્ય ફ્લાઇટ રાજકોટ, સુરત સહિતના એરપોર્ટ પર પાર્ક કરાશે
- મેચ જોવા માટે 200 જેટલા વીઆઇપીઓનો જમાવડો રહેશે
14 ઓક્ટોબરના અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે ત્યારે તે પહેલાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ એરપોર્ટ સૌથી વ્યસ્ત રહેશે તેવી સ્થિતિ જોવા મળી શકે છે. મેચને પગલે અમદાવાદ એરપોર્ટ પર અવર જવર વધતી જોવા મળી રહી છે. જેમાં માત્ર 3 દિવસોમાં જ 100 થી વધુ ચાર્ટર્ડ પ્લેનની અવર જવર થશે.
ક્રિકેટ વર્લ્ડ કપની સૌથી રસપ્રદ અને હાઇ વોલ્ટેજ એવી ભારત પાકિસ્તાનની મેચ માટે દેશભરમાંથી દર્શકો અમદાવાદ પહોંચી રહ્યા છે. આ માટે એરપોર્ટ પર VVIP થી લઈ VIP દર્શકોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. આ માટે એરપોર્ટ પર 3 દિવસોમાં 100 થી પણ વધુ ચાર્ટર્ડ પ્લેનની અવર જવર રહેવાની છે.
આ માટે અમદાવાદ એરપોર્ટ પર 200 જેટલા વીઆઇપીઓનો જમાવડો રહેશે. એરપોર્ટ પર શુક્રવારે 20 અને શનિવારે 80 એમ કુલ 100 જેટલા ચાર્ટર્ડ ફલાઇટોની આવનજાવનથી એર ટ્રાફિકથી એરપોર્ટ વ્યસ્ત રહેશે. મુંબઇ,દિલ્હી, ચેન્નાઇ, પૂણે સહિત વિવિધ જગ્યાએથી લોકો પહોંચશે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર 50 થી વધુ ફ્લાઇટ પાર્ક થશે જ્યારે અન્ય ફ્લાઇટ રાજકોટ, સુરત સહિતના એરપોર્ટ પર પાર્ક કરાશે.
આ માટે બીજી તરફ વડોદરા, સુરત એરપોર્ટ પર પાર્કિંગ ફૂલ થઈ જતા પાર્કિંગ સ્લોટ મેળવવા માટે કંપનીઓ છેલ્લી ઘડીએ વધુ ખર્ચ કરવા પણ તૈયાર થઈ ગઈ છે. ઓપરેટરો એરપોર્ટ ઓથોરિટીને પાર્કિંગની મંજૂરી માટે આજીજી કરી રહ્યા છે. હાલમાં અમદાવાદથી સૌથી નજીક વડોદરાના તમામ 18 અને સુરત એરપોર્ટ પર પાર્કિંગ ફૂલ થઇ ગયા છે. બાકી રાજકોટ અને સુરતમાં ચાર્ટર્ડને પાર્ક કરવા પડશે.
બોલિવુડ સેલેબ્રિટીઓ કરશે પરફોર્મ
મહત્વનું છે કે આ મેચમાં લાખો લોકોની સાથે અમિતાભ બચ્ચન, રજનીકાંત, સચિન તેંડુલકર જેવા સેલેબ્રિટીઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ થશે. BCCI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અરિજીત, શંકર મહાદેવન અને સુખવિંદરનો ફોટો શેર કરી જણાવ્યું છે કે, આ કલાકારો શનિવારે બપોરે 12.30 વાગ્યાથી પરફોર્મ કરશે. પ્રી-મેચ શોનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવશે. જેથી કોઈ પણ અનહોની ન સર્જાય તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની તૈયારી કરવામાં આવી છે.