- કેન્દ્રીય ગૃહમંત્રીનો ગુજરાત પ્રવાસ
- અમદાવાદમાં નિહાળશે ભારત-પાક મેચ
- 2 દિવસના ગુજરાત પ્રવાસે અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદમાં આગમન થયું છે. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી હાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં આવતીકાલે તે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ નિહાળશે.
અમદાવાદમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ ક્રિકેટ મુકાબલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર છે, જેને લઈને લાખો દર્શકો અને મોટા સેલેબ્રિટીઓ પણ અમદાવાદમાં પધારી ચૂક્યા છે. ત્યારે આ મામલે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. તેમનું અમદાવાદ એરપોર્ટ પર આજે આગમન થયું હતું. આવતીકાલે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મુહામુકાબલાને નિહાળશે. આવતીકાલે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મુહામુકાબલાને નિહાળશે. આ ઉપરાંત અમદાવાદના એસજી હાઈવે પર ફન બ્લાસ્ટ ખાતે આંગણવાડીના બાળકોના મનોરંજન પ્રવાસમાં બપોરે 12.00 કલાકે સહભાગી થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મોટા સેલેબ્રિટીઓ પણ આ મેચમાં હાજર રહેવાના છે. જેમાં અમિતાભ બચ્ચન, અરિજીત સિંહ, રજનીકાંત, સચિન તેંડુલકર જેવા સેલેબ્રિટીઓનો સમાવેશ થાય છે. જેને લઈને સ્ટેડિયમને એક અભેદ્ય કિલ્લામાં ફેરવી નાખવાની તૈયારી અમદાવાદ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ કરી છે. નોંધનીય છે કે આ મેચ દરમિયાન અમદાવાદ પોલીસના કુલ 4 IG-DIG, 21 DCP, 47 ACP, 131 PI અને 369 PSI સહિતના પોલીસ સ્ટાફ સહિત કુલ 7000 જેટલા પોલીસ જવાનો સુરક્ષાને સંભાળશે, જ્યારે કે 4000થી વધુ હોમગાર્ડ જવાનો પણ હાજર રહેશે.
કેવી હશે સુરક્ષા વ્યવસ્થા?
આ વ્યવસ્થામાં NSG કમાન્ડો, ચેતક કમાન્ડો, BDDS ટીમ, ડોગ સ્કવોડ, એસઆરપી અને સીઆરપીએફના જવાનો પણ સામેલ થશે. આ બધાને લઈને એક મલ્ટિલેયર સુરક્ષાચક્ર બનાવવામાં આવશે. આ ઉપરાંત સાદાવેશમાં પોલીસ જવાનો અને શી ટીમ પણ હાજર રહેશે.
ટીથર ડ્રોનનો ઉપયોગ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષાને લઈને ટીથર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેનાથી 3 કિમીના વિસ્તારનું મોનિટરિંગ કરી શકાશે. ઉપરાંત આ ડ્રોનથી સતત 10 કલાક સુધી મોનિટરિંગ કરવું સંભવ છે. આ ઉપરાંત મેદાનના વિસ્તારમાં કોઈ પણ અનધિકૃત ડ્રોનને ઓળખી તેને તોડી પાડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં એન્ટિગન ડ્રોનની વ્યવસ્થા કરવામાં આવશે. જે અવૈધ ડ્રોનને ઓળખી તેને દૂર કરી શકે છે.
સુરક્ષા દળોનું અભૂતપૂર્વ કવચ
આ મેચમાં પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 7 હજાર પોલીસ જવાનોની સાથે 4 હજારથી વધુ હોમગાર્ડ જવાનો મોરચો સંભાળશે. આ ઉપરાંત 4 IG-DIG, 21 DCP, 47 ACP, 131 PI અને 369 PSI સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં જોડાશે.
CCTVથી બાજનજર
સુરક્ષાને લઈને વધુ ચોક્સાઈપૂર્વકના આયોજન માટે મેદાનમાં સીસીટીવી કેમેરાનું મોટું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. જેમાં 2 હજાર જેટલા સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરાશે તો સાથે જ 1000 જેટલા બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો પણ હાજર રહેશે. BDDS સ્નિફર ડોગ દ્વારા દર્શકોનું ચેકિંગ કરાશે. ઉપરાંત સાદા વેશે પોલીસ કર્મીઓ અને શી ટીમ ભીડની વચ્ચે હાજર રહી સતત સેફ્ટી અપડેટ આપશે.