- હિંદુ દેવી-દેવતાના અપમાનનો સિલસિલો અટક્યો નથી
- સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ ભોળાનાથ વિશે અયોગ્ય ટીપ્પણી
- વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ઉગ્ર રોષની લાગણી ફાટી નીકળી
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો સિલસિલો હજુ અટક્યો નથી. આ સંપ્રદાયના સાધુએ ભગવાન ભોળાનાથ શિવશંકરને નીચા બતાવતી અયોગ્ય ટીપ્પણી કરી છે અને અક્ષરધામને ઉચ્ચ બતાવતું વર્ણન કર્યું છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ઉગ્ર રોષની લાગણી ફાટી નીકળી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ કોઈ સભાને સંબોધન કરે છે. જેમાં કોઈ ઉદાહરણ આપતા કહે છે કે એના મામાને ત્યાં ગયો ત્યારે મામાએ દારૂ પાયો એટલે અક્ષરધામ ન ગયો પણ કૈલાસમાં ગયો છે. તેણે પીધો નથી પણ તેના મામાએ પાયો છે. બોલો, એક નિયમ ધર્મ ચુકી જાય તો અક્ષરધામ કેટલું છેટું પડી જાય એ બધાએ બહુ ગાંઠ વાળવા જેવી છે. એ તો કૈલાસમાં ગયો છે. પીધો નથી મામાએ પાયો તો એટલે અહીં નથી. શરીર અભડાય ગયું. કૈલાસમાં છે અને શિવજી પાસે ઈ બધા થોડા નશા-બશાવાળા હોય છે. એટલે ત્યાં જ છે. તરત સાધુ પાછા આવ્યા. કેમ થયું, મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાન કહ્યું સારું, જાવ કૈલાસમાં……શિવજીને નશાબશાવાળા કહે છે ત્યારે સભામાં હાજર કોઈને ભગવાન શંકરનું અપમાન ખટકતું નથી ઉલટાનું બધા હીહીહી કરીને દાંત કાઢે છે. કૈલાસ કરતા અક્ષરધામ ઉંચું તે સાબિત કરવા માટે આ સાધુ શિવજી વિશે ગમે તેવો બફાટ કરે છે. શંકર ભગવાન કરતા સ્વામીનારાયણ ઉંચા તે દર્શાવવા શંકર ભગવાનને આદેશ કરતા હોય તેવું વર્ણન આ સાધુ કરે છે. અત્યંત હલકી માનસિકતા ધરાવતા આ સાધુ શિવજી ગમે તેમ બોલે છતાં કોઈ ઉભા થઈને અટકાવતું નથી.