- પોલીસ દ્વારા 4 વાહનો, 1 બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો
- 53 લાખનો મુદમાલ ઝડપી છ શખ્સો સામે ફરીયાદ દાખલ કરી
- બાબતની આગળની તપાસ એલસીબી પીએસઆઇ જી.એસ.સ્વામી ચલાવી
ધ્રાંગધ્રાના ફલ્કુ ડેમ પાસે ઇગ્લીશ દારૂની હેરાફેરી થવાની બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસે રેડ કરી રૂ. 19 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર વાહનો એક બાઇક જપ્ત કરી કુલ રૂ. 53 લાખનો મુદમાલ ઝડપી છ શખ્સો સામે ફરીયાદ દાખલ કરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના ફલ્કુડેમ પાસે ઇગ્લીશ દારૂની હેરાફેરી થવાની ચોકકસ બાતમી એલસીબી પી.આઇ. વી. વી. ત્રિવેદીને ચોકકસ બાતમી મળી હતી.બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે મોડી રાત્રે ડેમ નજીક રેડ કરી હતી. રેડ કરતા પોલીસે અલગ-અલગ કંપનીનો 4386 બોટલ ઇગ્લીશ દારૂ કિમત રૂપીયા 1954080 જપ્ત કર્યો હતો.સાથે સ્થળ ઉપરથી એક ટ્રક, 3 ટેમ્પો અને એક બાઇક મળી કુલ પાંચ વાહનો ઝડપી લીધા હતા. આ મામલે પોલીસે ધ્રાંગધ્રાના મનોહરસિંહ ઝાલા,અને પાંચ ડ્રાઇવર મળી છ શખ્સો સામે પોલીસ ફરીયાદ દાખલ કરી છે. આ બાબતની આગળની તપાસ એલસીબી પીએસઆઇ જી.એસ.સ્વામી ચલાવી રહયા છે.
સાયલા હાઈવે સર્કલ પાસેથી દારૂના 3 ચપલા સાથે યુવાન ઝડપાયો
સાયલા પોલીસના સુખદેવસિંહ રાઠોડ સહિતનાઓ સવારના સમયે પેટ્રોલિંગમાં નિકળતા હાઇવેના સર્કલ પાસે જતા એક યુવાન શખ્સને રોકી પુછપરછ કરતા તેની વર્તણુંક શંકાસ્પદ લાગી હતી. પોલીસ દ્વારા તેની પાસે રહેલ કોલેજ બેગ તપાસતા તેમાંથી ત્રણ ઈંગ્લીશ દારુના ચપલા કિંમત રુ.150 મળી આવતા તે બાબતે લીંબડી તાલુકાના નટવરગઢ ગામના રાહુલ ઉર્ફે લાલો મથુરભાઇ કોઠારીયા વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.