- સ્ટેડિયમમાં વધારે ક્રાઉડ આવવાથી ઇમરજન્સીનો ફ્લો વધશે
- સમગ્ર સ્ટેડિયમની ફરતે કુલ 12 એમ્બ્યુલન્સ ડિપ્લોય કરાઈ
- 108 ઇમરજન્સીનો 60 કર્મચારીઓનો સ્ટાફ હાજર રહેશે
અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇવોલ્ટેજ મેચ માટે સૌ કોઈ તૈયાર થઈ રહ્યા છે. ત્યારે મેચ માટે હેલ્થ દરમિયાન કોઈ પણ ઘટના ન બને તેને લઈને 108 ઈમરજન્સીનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સામાન્ય મેચ કરતા બમણી સેવાઓ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે.
આ અંગેની માહિતી આપતાં ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના ઓપરેશન હેડે જણાવ્યું કે, ભારત-પાકિસ્તાનની મેચ માટે મોટી સંખ્યામાં દર્શકો પહોંચશે. આ માટે સ્ટેડિયમમાં વધારે ક્રાઉડ આવવાથી ઇમરજન્સીનો ફ્લો વધશે જેના કારણે સમગ્ર સ્ટેડિયમની ફરતે કુલ 12 એમ્બ્યુલન્સ ડિપ્લોય કરાઈ છે.
જેની સાથે જ તેમણે જણાવ્યું કે, સમગ્ર મેચ દરમ્યાન 108 ઇમરજન્સીનો 60 કર્મચારીઓનો સ્ટાફ સ્ટેડિયમમાં હાજર રહેશે. તેમજ મેચ દરમ્યાન પડી જવાના, બેભાન થવાના, ઉલ્ટી થવાના કેસો અગાઉ પણ સામે આવ્યા છે. જેના કારણે વધુ કાળજી રાખવામાં આવી રહી છે.
મેચ જોવા માટે 1 લાખથી વધુ દર્શકો પહોંચવાના હોય આ સ્થિતિમાં 108 ઈમરજન્સી સેવા દ્વારા આજુ બાજુના જિલ્લાની 120 એમ્બ્યુલન્સને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. જો કે નોંધનીય બાબત છેકે ગત મેચમાં ઇમરજન્સીના 91 કેસો આવ્યા હતા આ કેસોમાં 2-3 ગણો વધારો થાય તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. જેને જોતાં વધુ કાળજી રાખવામાં આવી રહી છે.