- દરેક PIને અપાશે ફલિકરિંગ લાઈટ અને બ્લુટુથ સ્પીકર
- દરેક PCR વાન પર ફરજિયાત લાગશે આ બંને ડિવાઇસ
- પોલીસને બંદોબસ્ત દરમિયાન અને ચેકિંગમાં બનશે સહાયક
સુરત શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરત પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં ચેકિંગ પોઇન્ટ માટે ફલિકરિંગ લાઈટ અને એનાઉન્સમેન્ટ માટે બ્લુટુથ સ્પીકર આપવામાં આવ્યા છે. તો એ જાણવું રસપ્રદ છે કે આખરે આ ફલિકરિંગ લાઈટ અને બ્લુટુથ સ્પીકરનો પોલીસ કર્મીઓ શું ઉપયોગ કરશે.
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે સુરત પોલીસના કર્મચારીઓ દ્વારા બંદોબસ્ત દરમિયાન અથવા તો ચેકિંગ પોઇન્ટ ઉપર આ ફ્લિકરિંગ લાઈટ સૌથી મહત્વની અને ઉપયોગી સાબિત થશે. તેમણે જણાવ્યું કે દરેક PIએ આ ફ્લિકરિંગ લાઈટ અને બ્લુટુથ સ્પીકર પોતાના પીસીઆર વનમાં રાખવા આદેશ કરવામાં આવ્યો છે.


