કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
પુરૂષાર્થ પ્રાર્થના, પ્રતિક્ષા હોય તો હૃદયની અયોધ્યામાં રામ પ્રગટે છે
કથા આચાર્યોનું ભાષ્ય છે, ભાષણ નથી!
રૂપ ઉછીના ન લેવાય, પ્રીત પરાણે ન થાય!
‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન-૨) ગઇકાલે (પાંચમો દિવસ) મહારાષ્ટ્રની ઐતિહાસિક રાજકીય ભૂમિ નાગપુર પહોંચી હતી. ૧૯૦૭માં અંગ્રેજોએ અહીં ઝીરો માઇલ સ્ટોન મૂકયો હતો. ‘સર્વેનું કેન્દ્ર’ પહેલાં જયારે ગ્રેટ ટ્રિગોનોમિટ્રકલ સર્વે થયો ત્યારે નાગપુરને બેઝ બનાવીને સમગ્ર ભારતનો નકશો બનાવવામાં આવ્યો હતો. એટલે નાગપુરની ફકત ‘ઝીરો માઇલ સ્ટોન ઇન્ડિયા’ નહીં પણ ‘હાર્ટ ઓફ ઇન્ડિયા’ પણ કહેવાય છે.
પાંચમા દિવસની રામકથાનો સ્નેહમય સંવાદ આગળ ધપાવતા પરમ પ્રિય-પરમ સાધુએ કહ્યું કે આ ભૂમિ પર ઘણા સ્મરણો થાય છે. લોકમાન્ય તિલક, શિવાજી મહારાજ, બાબા સાહેબ આંબેડકર, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)નું મુખ્ય મથક પૂ.ડોંગરેજી મહારાજ, પાંડુરંગ શાસ્ત્રીજી આવા ભીન્ન-ભીન્ન ધારાઓના મહાપુરૂષોની આ પાવનભૂમિ છે. વારાકરી સંપ્રદાયની અભંગ-કિર્તન ધારાઓના મહાપુરૂષોની આ પાવનભૂમિ છે. વારાકરી સંપ્રદાયની અભંગ-કિર્તન ધારા પણ આ ભૂમિ પરથી જ પ્રવાહિત થઇ છે. માત્ર અને માત્ર આધ્યાત્મિક હેતુ સાથે આ સ્વસ્તિક યાત્રાને ગુણાતીત બનાવવાનો પ્રયાસ અને પ્રયોગ છે. કોઇપણ પ્રયોગ એ પ્રયાસ બને એ જરૂરી છે. મહારાષ્ટ્રની ભૂમિ પર મને ચાર અધ્યાત્મિક ગુરૂઓનું સ્વસ્તિકના દર્શન થાય છે. (૧) માવલી જ્ઞાનેશ્વર (૨) જગતગુરૂ તુકારામ ભગવાન (3) સમર્થ ગુરૂ સ્વામી રામદાસજી (શિવાજી મહારાજના ગુરૂ) (૪) સાક્ષાળ વિઠોબા જગત કલ્યાણ માટે ગુરૂ બ્રહ્મા, વિષ્ણુ મહેશ એ જ રામ-કૃષ્ણ-હરિના મામા છે. આ સ્વસ્તિક વિશ્વ માંગ્લયનું છે. આપણા વૈદિક-સનાતની પરંપરાના ગ્રંથોમાં ગુરૂના પ્રકારો દર્શાવ્યા છે. જેમ કે સૂચક ગુરૂ, વાચક ગુરૂ, બોધક ગુરૂ, નિષેધક ગુરૂ, વાચક ગુરૂ-માનસમાં નિષેધ ગુરૂ કપટ મુનિ છે. વિહિતગુરૂ, કર્માખ્યગુરૂ, પરમ ગુરૂ વગેરે આપણે ત્યાં ચોવીસ અવતાર, ચોવીસ ગુરૂ એમ ચોવીસ મંત્ર છે. એમાના કેટલાક સ્મરણમાં છે. જેમ કે અનંત મંત્ર, અગાધ મંત્ર, સર્વ ભાસ મંત્ર, અમર મંત્ર, મહામંત્ર, અપાર મંત્ર, અક્ષ્ય મંત્ર, અનધ મંત્ર, કર્ણમંત્ર, અબોલ મંત્ર, ચિત મંત્ર, ગોપ્ય મંત્ર, તારક મંત્ર, દાદુ દયાલ પણ મંત્રની વાત કરે છે. દયાલ કહે છે કે રામ એ રાજમંત્ર છે. મારા દાદા-ગુરૂ તલગાજરડા છોડીને કયાં ગયા નથી., કાકેડી જતાં બાકી કયાંય ગયા નથી. અને મને યાદ છે કે દાદા બે જ મંત્ર બોલતા (૧) રામ, કૃષ્ણ, હરિ અને (૨) ગુરૂદેવ સમર્થ.
કથા સાંભળવાની બે વિદ્યા છે. બે સૂત્રો છે. એક : સાવધાન થઇને કથા સાંભળવા, લશ્કરમાં જેટલી સાવધાની હોય છે એટલી સાવધાનીથી ભગવદ કથા સાંભળવી બીજું : સુમતિથી, સદબૃધ્ધિ, કોઇપણ પ્રકારના પૂર્વગ્રહ વગર કથા સાંભળવી જોઇએ.
કથારત્નો
(૧) જયોત સે જયોત જગાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો, રાહ મેં આયે જો દિનદુ:ખી, સબકો ગલે સે લગા કે ચલો….સંતજ્ઞાનેશ્વર (મુકેશ-લતા મંગેશકર)
(૨) હરિનામ લેતા-લેતા અકારણ આંખમાં આંસુ આવે તો આંસુ નથી પણ આસુતોષ આવ્યા છે.
(3) કુંભકર્ણે અને રાવણે પ્રાપ્ત વરદાનોનો વિપરીત-અહિત ઉપયોગ કર્યો છે.
(૪) ભગવદ કથા એ મોબાઇલ હોસ્પિટલ છે, આપણા કેમિકલ્સ બદલી નાંખે છે!
(૬) સાવધાન અને સુમતિ એ કથા શ્રવણના બે સૂત્રો છે .
(૭) તુકા એ આપણને રામ આપ્યા એટલે તુકારામ!
(૮) અસૂરોનો નાશ વિષ્ણુ કરે છે અથવા વૈષ્ણવ કરે છે (હનુમાનજી વૈષ્ણવ)
(૯) રામ એ રાજમંત્ર છે! દાદુ દયાલ


