- અમદાવાદ અને ગાંધીનગરમાં અપાયું યલો એલર્ટ
- વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે
- આજે અમદાવાદમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના
આજે મતદાનના દિવસે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડશે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. આજે અમદાવાદમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.
આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હિટવેવની આગાહી
સુરત, સૌરાષ્ટ્ર, રાજકોટમાં 39 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. બપોરના 2 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌથી વધુ ગરમી પડશે. એક બાજુ ગરમી તો બીજી બાજુ લોકસભા ચૂંટણીનો મહાપર્વ છે. તેવામાં આજે લોકસભા ચૂંટણી માટેનું મતદાન શરૂ થયુ છે. હવામાન વિભાગે ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
દીવ, સૌરાષ્ટ્ર અને સુરતમાં 39થી 40 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 41થી 42 ડિગ્રી તાપમાન રહેશે તો ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દીવ, સૌરાષ્ટ્ર અને સુરતમાં 39થી 40 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.


