- ગુજરાત લોકસભાની ચૂંટણી શાંતીપુર્ણ માહોલમાં પૂર્ણ
- ગુજરાત કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમમાં EVM મૂકાયા
- સ્ટ્રોંગરૂમ ખાતે પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનુ મતદાન પૂર્ણ થયુ છે,ત્યારે ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ કરાયા છે,ગુજરાત કોલેજ ખાતે અમદાવાદના તમામ EVM મૂકવામાં આવ્યા છે,ત્યારે સ્ટ્રોંગરૂમ ખાતે EVM સુરક્ષા માટે કંટ્રોલ રૂમ કરાયો ઉભો છે,ચૂંટણી અધિકારીઓ સવારથી સ્ટ્રોંગરૂમ પર પહોંચ્યા હતા.અમદાવાદ લોકસભાની બન્ને બેઠકોના સ્ટ્રોંગ રૂમ પર સુરક્ષાકર્મીઓને સ્ટેન્ડ બાય રખાયા છે.
શાંતિ રીતે મતદાન પૂર્ણ
ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. શાંતિપૂર્ણ રીતે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણી 2024નું મતદાન પૂર્ણ થયું છે. જેમાં 26 માંથી 25 બેઠકોમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને શહેરી વિસ્તારમાં 33,513 મતદાન મથક, ગ્રામ્ય વિસ્તારમાં 17,275 મતદાન મથક, ગુજરાતમાં મહિલા સંચાલિત 1,225 મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા.આ વચ્ચે 24,893 મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ પણ કરવામાં આવ્યું. રાજ્યની 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. કુલ 266 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે.
વલસાડમાં સૌથી વધુ મતદાન થયુ
લોકસભાની ગઈકાલ 7મી મેના રોજ યોજાયેલ ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ કુલ 59.49 ટકા મતદાન થવા પામ્યું છે. જેમા સૌથી વધુ વલસાડમાં અને સૌથી ઓછુ અમરેલી બેઠક પર થવા પામ્યું છે. વલસાડમાં 72.24 ટકા મતદાન થયું છે. જ્યારે અમરેલી બેઠક પર 49.22 ટકા મતદાન નોંધાયુ છે.

લોકસભાની ગત ચૂંટણી કરતા 5 ટકા ઓછુ મતદાન
ગઈકાલ 7મી મેના રોજ યોજાયેલ લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં કુલ સરેરાશ 59.49 ટકા મતદાન થવા પામ્યું છે. મોડીરાત્રે ચૂંટણી પંચે જાહેર કરેલા આખરી આંકડા મુજબ, મતદાનના છેલ્લા એક કલાક એટલે કે, 5 થી 6 માં 4.27 ટકા મતદાન થવા પામ્યું હતું. 2024ની લોકસભા ચૂંટણીમાં વલસાડ લોકસભામાં સૌથી વધુ 72.24 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન 49.22 ટકા અમરેલી લોકસભા મતવિસ્તારમાં થયું છે.


