- 2 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો
- આગ લાગવાનું કારણ અકબંધ છે
- સુરત મનપાના પાર્કિંગમાં આગ લાગી હતી
સુરત મનપાના પાર્કિંગમાં આગ લાગી છે. જેમાં વરાછામાં SMCના પાર્કિંગમાં આગ લાગી છે. તેમાં ટુ-વ્હિલર અને ઓટો રીક્ષા આગની ઝપેટમાં આવ્યા છે. જેમાં 7 જેટલી બાઈક અને બે રીક્ષા બળીને ખાખ થઇ છે. તેમાં 2 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે.
આગ લાગવાનું કારણ અકબંધ છે
આગ લાગવાનું કારણ અકબંધ છે. જેમાં પૂણા અને વરાછાની ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે. રાજ્યમાં અવારનવારા આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગઇકાલે સુરતમાં વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. સુરતના માંગરોળના નરોલી ગામે એક પેપર મીલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બારડોલી, માંડવી, સુમિલોન સહિતના 10 ફાયર વિભાગની ટીમ હાલ સ્થળ પર પહોંચી હતી. આગને કાબૂ લેવા માટે ફાયર વિભાગની ટીમે ઘણી મહેનત કરી હતી.
ઈ-બાઈકના શોરૂમમાં વિકરાળ લાગી હતી
તાજેતરમાં સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈ-બાઈકના શોરૂમમાં વિકરાળ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આકરા ઉનાળામાં શહેરમાં વારંવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે. તેથી સ્થાનિકોમાં ભયના માહોલ છવાયો છે.


