- વહેલી સવારે રાજ્યમાં ઠંડીની શરુઆત
- બપોરના સમયે પારો 34 થી 36 ડિગ્રી રહેશે
- સવારે લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડ્યો
ગુજરાત રાજ્યમાં થોડા દિવસ બેવડી ઋતુની અસર રહેશે. જેમાં પવનોની દિશા બદલાતા બેવડી ઋતુની અસર રહેશે. જ્યારે રાજ્યમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. જેમાં વહેલી સવારે અનેક વિસ્તારોમાં ઠંડીની અસર દેખાઇ રહી છે. તેમાં સવારે લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી લઘુતમ તાપમાનનો પારો ગગળ્યો છે.
બપોરે ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી રહેશે
જ્યારે બપોરે ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી રહેશે. એક પછી એક મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે ત્યારે 16 ઓક્ટોબરની સાંજે 17થી 19 ઓક્ટોબરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મિર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રેદશ તેમજ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ભારે પવન અને કરા પડવાની શક્યતા રહેશે. બેક ટુ બેક સિસ્ટમ આવશે. 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યાતા છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા થશે
ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું છે કે, તીવ્ર પશ્ચિમી વિક્ષેપને કારણે આગામી બે દિવસમાં દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગે કહ્યું કે, આ સિઝનનું પ્રથમ તીવ્ર પશ્ચિમી વિક્ષેપ છે અને તેના કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા થશે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે. IMD અનુસાર, 21 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.