- સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ થશે
- મોટી કુદરતી આફત સમયે એલર્ટ માટે સિસ્ટમ
- સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા કરાશે ટેસ્ટિંગ
મોબાઇલમાં સાયરન વાગે તો ગભરાવવું નહી. આજે મોબાઇલમાં સાયરન વાગશે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે. જેમાં મોટી કુદરતી આફત સમયે એલર્ટ માટે સિસ્ટમ તૈયાર કરાઇ છે. તેમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા એલર્ટ અપાશે. તથા સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાશે.
સુનામી, ભૂકંપ અને પૂર જેવી સ્થિતિમાં સરકાર તમને આ પ્રકારે મેસેજ કરશે
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા થોડા સમયથી મોબાઈલમાં મેસેજ મારફતે ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. આ પ્રયોગ થકી સરકાર સુરક્ષાને વધારવાનો પ્રયાસ કરી રહી છે. ઇમર્જન્સીની સ્થિતિમાં આ મેસેજથી એલર્ટ કરાશે. ભારત સરકાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સાથે મળીને કામ કરી રહી છે. જો તમને હાલમાં જ આ મેસેજ આવ્યો છે તો તમારે હાલ ચિંતા કરવાની જરૂર નથી. સુનામી, ભૂકંપ અને પૂર જેવી સ્થિતિમાં સરકાર તમને આ પ્રકારે મેસેજ કરીને અગાઉથી જ ચેતવણી આપશે.
ગભરાશો નહીં, આ માત્ર એક ચેતવણી સંદેશ
જો તમને અચાનક તમારા મોબાઈલમાં વાઈબ્રેશનની સાથે અલગ અવાજ સંભળાય છે તો ગભરાવાની જરૂર નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા આજ રોજ તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ માત્ર એક ચેતવણી સંદેશ હશે જે તમને આપત્તિ વિશે ચેતવણી આપશે. આ મેસેજ તમને વાસ્તવિક કટોકટી વિશે સૂચવશે નહીં. આ અંગે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.
જાણો એલર્ટ સંદેશમાં શું છે
સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલા આ ચેતવણી મેસેજમાં લખવામાં આવ્યું છે કે, “આ સેમ્પલ ટેસ્ટ મેસેજ છે જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ ભારત સરકાર દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવ્યો છે. કૃપા કરીને આ સંદેશને અવગણો કારણ કે તે તમારા તરફથી કોઈ કાર્યવાહી સૂચિત કરતું નથી.” આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી ઓલ ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમને લાગૂ કરવા માટે મોકલવામાં આવ્યો છે. આ સિસ્ટમનો ઉદ્દેશ્ય જાહેર સલામતી વધારવાનો અને ઈમરજન્સી દરમિયાન સમયસર ચેતવણી આપવાનો છે.