- ડબલ રૂપિયા વસૂલતા રેસ્ટરન્ટમાં સ્વાસ્થ્ય સાથે ચેડા
- કામરેજના એક પીત્ઝા શોપમાં પીત્ઝામાંથી નીકળ્યો વંદો
- ગ્રાહકે રેસ્ટરન્ટ કર્મચારીઓનો લીધો ઉધડો
સુરતમાં બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં ભોજન કરતા પહેલા ચેતજો. જેમાં ડબલ રૂપિયા વસૂલતા રેસ્ટરન્ટમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે. કામરેજના એક પીત્ઝા શોપમાં પીત્ઝામાંથી વંદો નીકળ્યો છે. પીત્ઝામાંથી વંદો નીકળતા ગ્રાહકે રેસ્ટરન્ટ કર્મચારીઓનો ઉધડો લીધો હતો.
વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ રેસ્ટોરન્ટમાં હલકી કક્ષા અને ગુણવત્તા વગરની વાનગીઓ પીરસવામાં આવે છે. સાફસફાઈનું ધ્યાન રાખવામાં આવતું નથી. તેમજ પીત્ઝામાં વાંદો હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ આવા બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં બની ચુક્યા છે.
અમદાવાદમાં પણ પિઝામાંથી નીકળી હતી જીવાત
તાજેતરમાં જ અમદાવાદના જોધપુરના પીત્ઝા સેન્ટરમાં પીત્ઝામાંથી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પીત્ઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. આ અગાઉ પણ બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પીત્ઝામાંથી જીવાત નીકળી હતી. જે બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લા પિનોઝ પીત્ઝા સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું.
યુ.એસ.પિઝાના પાર્લરની ઘટના
જામનગરના પંચવટી રોડ પાસેના આવેલા U.S.પિઝા સ્ટોરમાં એક ગ્રાહકે પીત્ઝાનો ઓર્ડર કર્યો હતો. જ્યારે ગ્રાહકે પીત્ઝાનું બોક્સ ખોલી પીત્ઝો ખાવાની શરૂઆત કરી ત્યારે પીત્ઝામાં વંદો જોવા મળ્યો હતો. જે બાદ ગ્રાહકે આનો વીડિયો ઉતારી લીધો હતો અને સમગ્ર મામલે પીત્ઝા સ્ટોરના સંચાલકને જાણ કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ જામનગર મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્ટિવ થઈ ગયું હતું. જે બાદ ફૂડ વિભાગે જામનગરના પંચવટી રોડ પાસેના U.S.પિઝા સ્ટોરમાં તપાસ હાથ ધરી હતી.