- વર્ષ 2019ના ચૂંટણી જંગ કરતાં નોટામાં 4,734 મત વધુ પડયા
- વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં સૌપ્રથમવાર ઈફસ્માં નોટાના બટનનો ઉપયોગ શરૂ કરાયો હતો
- વર્ષ 2019ની ચૂંટણીમાં નોટામાં 8,510 મતદારોએ મતદાન કર્યું હતું
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તા. 7મી મે રોજ લોકસભા અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠકમાં મતદાન યોજાયુ હતુ. ત્યારે મંગળવારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકની મત ગણતરી શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં હાથ ધરાઈ હતી. ત્યારે પરિણામોના આંકડાઓ પર નજર કરીએ તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુલ 13244 મતદારોને ચૂંટણી લડતા 14માંથી એક પણ ઉમેદવાર પસંદ આવ્યો નથી.
ચૂંટણી પંચ દ્વારા સૌપ્રથમ દેશમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં નોટાના બટનની શરૂઆત કરાઈ હતી. જેમાં ચૂંટણી લડતા એક પણ ઉમેદવાર પસંદ ન હોય તો મતદારો નોટામાં મતદાન કરી શકતા હતા. ત્યારે ગત લોકસભા ચૂંટણી વર્ષ 2019માં થયેલ મતગણતરીના આંકડાઓ પર નજર કરીએ તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 8,510 મતદારોને ચૂંટણી લડતા 31 ઉમેદવારોમાંથી એકપણ ઉમેદવાર પસંદ આવ્યો ન હતો. ત્યારે વર્ષ 2024ની ચૂંટણીની મંગળવારે યોજાયેલી મત ગણતરીમાં પણ નોટાએ અગત્યનો ભાગ ભજવ્યો છે. જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક 5ર ચૂંટણી લડતા 14 ઉમેદવારોમાંથી એકપણ ઉમેદવાર 13244 મતદારોને પસંદ પડયો નથી. જેમાં 12744 મતદારોએ ઈવીએમમાં અને 500 મતદારોએ પોસ્ટલ બેલેટમાં મતદાન કર્યુ હતુ. વિધાનસભા ચૂંટણીની જેમ નોટામાં મતદાન લોકસભા ચૂંટણીના પરિણામમાં અસર કરતા નથી. પરંતુ નોટામાં મતદાન એ ઉમેદવારો પ્રત્યે રોષ જરૂર વ્યકત કરે છે.


