પાનેલી મોટી ગામની દિકરી કુમકુમ મહેશકુમાર દેવમુરારીએ બોર્ડર સિક્યોરીટી ફોર્સ BSFમાં પસંદગી મેળવી BSFની તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરી પોતાના માદરે વતન પાનેલી મોટી ખાતે પરત ફરી ત્યારે પરિવાર અને ગ્રામજનોએ તેણીનું ફુલોથી ભવ્ય સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા.


