- ગાંધીનગરમાં ડિમાર્ટમાં રખાયો હતો એક્સપાયર્ડ ગોળ
- ગાંધીનગરના પંકજ આહિરની કોર્ટમા ડિમાર્ટ સામે જીત
- ડિમાર્ટ અને કંપની બંનેને કુલ એક લાખનો દંડ ફટકાર્યો
હવે ગ્રાહક સાથે છેતપરપિંડી કરવી કોઈપણ વેપારી માટે સરળ રહ્યું નથી કારણ કે ગ્રાહકો હવે જાગૃત થયા છે. એક જાગૃત નાગરિક ગાંધીનગરના ડીમાર્ટને ભારે પડી ગયો છે. ડીમાર્ટ માંથી એક ગ્રાહકે ગોળ ખરીદ્યો હતો, જે એક્સપાયરી ડેટ વાળો હતો. જેમાં ડીમાર્ટે 64 રૂપિયાના ગોળ સામે 1 લાખ 10 હજાર રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, ગાંધીનગરના ડીમાર્ટ માંથી એક મહત્વનો અને ચોંકવાનરો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સેકટર – 19માં રહેતા પંકજભાઈ મહેશભાઈ આહિરે સેકટર 26માં આવેલી ડીમાર્ટ માંથી ગોળની બે બરણી 130 રુપિયામાં ખરીદ્યા હતા. જેનાં પેકિંગ ઉપર જાન્યુઆરી 2022 અને ડિસેમ્બરની અલગ-અલગ પેકેજિંગ તારીખો ધરાવતા બે સ્ટીકરો મારવામાં આવ્યા હતા.
આ પછી જાગૃત ગ્રાહકે પુરાવા સાથે ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. એ મામલે બંને પક્ષકારોની દલીલોના અંતે કન્ઝ્યુમર કોર્ટે ડી-માર્ટ અને રોસિડ ઈન્ડસ્ટ્રીઝને રૂ. 1 લાખનો દંડ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જે પછી ડીમાર્ટ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેના કામદારો દ્વારા સ્ટીકર ચોંટાડવામાં ભૂલ થઈ હોઇ શકે છે. જોકે કોર્ટ દ્વારા આ દલીલને ફગાવી દેવામાં આવી હતી.
આ અંગે એમ પણ કહ્યું હતુ કે, આ બાબત ઉપજાવી કાઢેલી છે. મજૂરોની અજાણતામાં થયેલી ભૂલ હોવાનું કારણ ખોટું છે. જેના કારણે કોર્ટે કંપની અને ડીમાર્ટને એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ દંડમાંથી 50 ટકા રકમ ફરિયાદી અને અન્ય 50 ટકા ગ્રાહક કલ્યાણ ફોરમમાં જમા કરાવવા કહેવામાં આવ્યું છે. આ કેસમાં કોર્ટ દ્વારા ડીમાર્ટ અને કંપનીનો જવાબ મેળવવામાં આવ્યો હતો અને આખરે આ મામલે ચુકાદો આપીને ગોળની કંપની અને ડીમાર્ટને દંડ ફટકાર્યો છે.