- ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવનાર સસ્પેન્ડ
- ચૈતર વસાવાની ઓફિસમાં પણ કર્યો હતો હંગામો
- હાલ કોન્સ્ટેબલ પ્રદિપ વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યો
નર્મદા જિલ્લા પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ સામે આરોપ છે કે તેણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો. જેને લઈને તેની સામે પોલીસ સ્ટેશન દ્વારા જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ આરોપ છે કે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય પરના શટર પર પેશાબ કર્યો હતો અને ગમે તેમ ગાળો પણ બોલ્યો હતો. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
હેડ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવા એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માથે લીધું હતું. એટલું જ નહિ ધારસભ્ય ચૈતર વસાવાએ પણ મોડી રાતે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ફરિયાદ કરી હતી. હાલ તો નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુમ્બે દ્વારા આ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.


