- લગ્ન પ્રસંગે વરઘોડાના ડ્રોન શૂટિંગમાં દીપડો દેખાયો
- મહોર ગામના ડુંગર પર દીપડાની લટાર જોવા મળી
- સતત બીજા દિવસે દીપડો દેખાતા લોકોમાં કુતૂહલ
સાબરકાંઠા પોતાના કુદરતી સૌંદર્ય અને વન્ય સૃષ્ટિ માટે જાણીતો છે, તો સાથે સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં વન્ય જીવ સૃષ્ટિ પણ આંખે ઉડીને વળગે છે. તેમાં પણ ખાસ કરીને દીપડાના લટાર મારવાના દ્રશ્યો અવારનવાર કેમેરામાં કેદ થતાં હોય છે. ત્યારે, હવે સાબરકાંઠાના વડાલી તાલુકાના પશ્ચિમ વિસ્તારના મહોર ગામના ડુંગર પર દીપડાની લટાર જોવા મળી છે.
મહોર ગામમાં લગ્ન પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો જેમાં વરઘોડામાં ડ્રોનના શૂટિંગ દરમિયાન દીપડો કેમેરામાં કેદ થયો છે. મહોર ગામના પાદરે આવેલ ડુંગરની ટોચ પર આવેલા પથ્થરો પર આંટાફેરા મારતો દીપડો કેમેરામાં કેદ થયો હતો.
ત્યારે સતત બીજા દિવસે પણ ડુંગર પર દીપડો દેખાતા જેને જોવા લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. તો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


