- ગત વર્ષની તુલનાએ પ્રોપર્ટી ટેક્સની આવક રૂ.360 કરોડ જેટલી વધી
- પ્રોફેશનલ ટેક્સની આવક 108.58 કરોડ
- વ્હિકલ ટેક્સની આવક 110.89 કરોડ
મ્યુનિ.ની ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી 13 ઓક્ટોબર સુધીના સમયગાળામાં પ્રોપર્ટી ટેક્સ કુલ ટેક્સની આવક રૂ. 1,200 કરોડને વટાવીને રૂ. 1,202.19 કરોડ થઈ છે. ગત નાણાકીય વર્ષે એપ્રિલથી તા. 13 ઓક્ટોબર સુધીમાં AMCની કુલ આવક રૂ. 841.83 કરોડ થઈ હતી. ચાલુ વર્ષે આ સમયગાળામાં AMCની આવકમાં 43 ટકાનો વધારો નોંધાયો છે અને કુલ આવક રૂ. 1,202.19 કરોડ થઈ છે. ગત વર્ષે એપ્રિલથી તા. 13 ઓક્ટોબર સુધીમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ . 633.90 કરોડની તુલનાએ ચાલુ વર્ષે આ સમયગાળામાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ. 959.26 કરોડ થઈ છે. આમ પ્રોપર્ટી ટેક્સની આવકમાં 51.33 ટકા એટલેકે રૂ. 325.36 કરોડનો વધારો થયો છે. ગત વર્ષે એપ્રિલથી તા. 13 ઓક્ટોબર સુધીમાં પ્રોફેશન ટેક્સની આવક રૂ. 108.58 કરોડની તુલનાએ ચાલુ વર્ષે પ્રોફેશનલ ટેક્સની આવક રૂ. 121.23 કરોડ થઈ છે. આમ પ્રોપર્ટી ટેક્સની આવકમાં 11.65 ટકા એટલેકે રૂ. 12.65 કરોડનો વધારો થયો છે. ગત વર્ષે એપ્રિલથી તા. 13 ઓક્ટોબર સુધીમાં વ્હીકલ ટેક્સની આવક રૂ. 97.11 કરોડની તુલનાએ ચાલુ વર્ષે આ સમયગાળામાં વ્હીકલ ટેક્સની આવક રૂ. 110.89 કરોડ થઈ છે. આમ વ્હીકલ ટેક્સની આવકમાં 14.19 ટકા એટલેકે રૂ. 13.78 કરોડનો વધારો થયો છે. જ્યારે TSFની આવક રૂ.10.81 કરોડ થઈ છે. AMCની કુલ આવક પૈકી 53 ટકા આવક ઓનલાઈન થઈ છે. રેવન્યૂ વિભાગ દ્વારા વધુમાં વધુ નાગરિકો પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરી શકે અને વ્યાજ માફીનો લાભ મળી શકે તે હેતુસર ચાલુ નાણાંકીય વર્ષના પ્રારંભમાં 15 ટકાની રીબેટ સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી. જેનો સૌથી વધુ લાભ કરદાતા દ્વારા લેવામાં આવ્યો હતો.