- કે.બી. ઝવેરીની સુપર સિટી ટાઉનશીપમાં પણ દરોડા
- ભાડજ ખાતે આવેલ ઓફિસ અને નિવાસસ્થાને તપાસ હાથધરી
- કાળા નાણાનું રિયલ એસ્ટેટમાં રોકાણની શંકાને લઈ દરોડા
અમદાવાદના કે.બી ઝવેરી ગ્રુપ પર IT વિભાગે મોટા પાયે દરોડા પાડયા છે.કે.બી ઝવેરીના સુપર સિટી ટાઉનશિપમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.ભાડજમાં આવેલ ઓફીસ અને નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે.જવેલરી બિઝનેસના કાળાં નાણાનું રિઅલ એસ્ટેટમાં રોકાણ કરાયું હોવાની શંકાએ આ દરોડા પાડવામાં આવ્યા છે.
હિસાબી ચોપડામાં કૌભાંડની આશંકા
અમદાવાદના કે. બી. ઝવેરી ગ્રૂપની કન્ટ્રકશન સાઇટો પર ઇન્કમટેક્સ વિભાગે મોટાપાયે દરોડા પાડ્યા છે. કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મોટો ફેલાવો ધરાવતા ગ્રૂપના ત્રણ ભાઈના વિવિધ પ્રોજેકટ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. કે. બી. ઝવેરી ગ્રૂપની સુપર સિટી ટાઉનશિપના મોટા પ્રોજેકટ સામે ઇન્કમટેક્સે તપાસ શરૂ કરી છે. ભાડજમાં સૌથી મોટી ટાઉનશિપ પર છેલ્લા કેટલાક સમયથી કામકાજ ચાલી રહ્યું છે અને તેના હિસાબી ચોપડાની ચકાસણી કરાઈ રહી છે.
દસ્તાવેજોનું વેરિફિકેશન ચાલુ
સીજી રોડ પર આવેલા પરિસીમાં કોમ્પલેક્સમાં કે.બી. ઝવેરી નામનો શો રૂમ ધરાવતા માલિકોની એલિસબ્રિજમાં એક ઓફિસ છે. ભાડજ નજીક સુપર સિટી ટાઉનશિપનું મોટું કામ ચાલી રહ્યું છે. જેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ રોકાણ માટેના નાણાં તેમજ તેના દસ્તાવેજોના આધારે વેરિફિકેશન ચાલી રહ્યું છે.
દરોડા હજી યથાવત છે
કે.બી. ઝવેરીના માલિકો કંચન ઝવેરી, સુરેશ ઝવેરી અને મનુભાઇ ઝવેરી અલગ અલગ પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે. બિલ્ડર લોબીમાં પણ ગ્રૂપનું મોટું નામ છે. હાલમાં ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે માત્ર ભાડજમાં આવેલી ઓફિસ અને રહેઠાણ ઉપર તપાસ હાથ કરી છે. કન્ટ્રકશન સાઇટના વ્યવહારોને લઈને હાથ ધરાયેલી તપાસમાં પહેલા દિવસે હિસાબી વ્યવહારોના ચોપડા અને ડિજિટલ ડેટા એકત્ર કરાયો છે.


