- પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં વિજેતા બનીને ફરીથી સત્તામાં પરત ફર્યા
- જી-7 શિખર સંમેલનમાં પીએમ પાંચ વાર સામેલ થઈ ચુક્યા છે
- કોરોના મહામારી છતા વડાપ્રધાન તરીકે ફરી ચૂંટાઈ આવ્યા
કોરોના કાળમાં જ્યારે વિશ્વના મોટા કહેવાતા દેશોની અર્થવ્યવસ્થાના પાયા હલી ગયા હતા અને આના કારણે વિશ્વના શક્તિશાળી નેતાઓ સત્તામાં ફરી ન આવી શક્યા. જ્યારે વડાપ્રધાન મોદીની નીતિઓને લીધે તેઓ સત્તામાં ત્રીજીવાર પરત ફર્યા છે. ઈટાલીની અપુલિયામાં જી-7 શિખર સંમેલનમાં પીએમ મોદીનો જોરદાર રૂઆબ જોવા મળ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીના પ્રવાસથી ભારત આવી ચુક્યા છે. ત્રણ દિવસના જી-7 શિખર સંમેલનમાં સામેલ થયા પછી પીએમ મોદી શનિવારે દિલ્હી પહોંચ્યા. વડાપ્રધાન મોદી વિશ્વના ઘણા મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમને જણાવ્યું કે જી-7 સમિટ ખૂબ ઉપયોગી રહ્યું. ઘણા વિશ્વ નેતાઓ સાથે મુલાકાત અને ઘણા વિષયો પર ચર્ચા થઈ. પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારતનું નિર્માણ અમારું સંકલ્પ છે. ભવ્ય સ્વાગત માટે પીએમ મોદીએ ઈટાલીના લોકોનો આભાર માન્યો હતો.
જી-7માં વડાપ્રધાન મોદીના દબદબાના સાત કારણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં વિજેતા બનીને ફરીથી સત્તામાં પરત ફર્યા
દેશને પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનાવી
દિલ્હીમાં જી-20નું સંમેલનનું સફળ આયોજન
કોરોના મહામારી છતા વડાપ્રધાન તરીકે ફરી ચૂંટાઈ આવ્યા
ગ્લોબલ મંચો પર વાત રાખવાની કુનેહ
ચીન અને પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો
જી-7માં વડાપ્રધાન મોદી ફ્રાંસમાં વર્ષ-2019, બ્રિટનમાં વર્ષ-2021, જર્મનીમાં વર્ષ-2022, જાપાનમાં વર્ષ-2023, ઈટાલીમાં વર્ષ-2024 સામેલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જી-7 શિખર સંમેલનમાં પાંચ વખત આમંત્રણ મળી ચુક્યું છે. સૌથી જરૂરી વાત એ છે કે ભારત જી-7નું સભ્ય પણ નથી. આમ છતાં પીએમ મોદીને પાંચ-પાંચ વાર આમંત્રણ મળ્યું છે. પૂર્વ પીએમ મનમોહનસિંહ પણ પાંચ વખત જી-7 સમિટમાં સામેલ થઈ ચુક્યા છે.


