- GTU અને QCI વચ્ચે ગુણવત્તા આધારિત શિક્ષણ માટે MOU થયા
- QCI સરપંચ સંવાદ હેઠળ રાજ્યના સરપંચોને ગુણવત્તા સભર ગ્રામ્ય વિકાસની ટ્રેનિંગ
- QCIએ 16 ઓક્ટોબરે ગુજરાતમાં અમદાવાદ ખાતે પોતાની ઓફ્સિ શરુ કરી
ગુણવત્તા સભર વહિવટ અને ગ્રામ્ય વિકાસમાં ક્વોલિટી કંટ્રોલનું મહત્વ પાયાથી સમજાવવા માટે ક્વોલિટી કાઉન્સિલ ઑફ્ ઇન્ડિયા (QCI) દ્વારા સરપંચ સંવાદ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત માર્ચ 2024 સુધીમાં QCI ગુજરાતના અંદાજે 10,000 સરપંચોને ક્વોલિટી સંબંધિત બાબતોની ટ્રેનિંગ આપવામાં આવશે. આ ઉપરાંત QCIએ દેશભરના લાખો સરપંચોને જોડવા માટે ‘સરપંચ સંવાદ’ એપ પણ લોન્ચ કરી છે. આવી પહેલો દ્વારા QCI પાયાના સ્તરે ગુણવત્તા મિશનને આગળ ધપાવવા માટે સતત કામ કરી રહી છે. QCIએ 16 ઓક્ટોબરે ગુજરાતમાં અમદાવાદ ખાતે પોતાની ઓફ્સિ શરુ કરી છે જે રાજ્યના ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે કામ કરશે.
ક્વોલિટી કાઉન્સિલ ઓફ્ ઈન્ડિયાના ચેરમેન જક્ષય શાહે કહ્યું કે, ગુજરાતમાં અમારી ઓફ્સિ માત્ર ગુજરાતના લોકોને જ નહીં, પરંતુ પડોશી રાજ્યોમાં પણ ગુણવત્તાયુક્ત પહોંચની ખાતરી કરશે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પાણી, વહીવટી બાબતો, પર્યાવરણ, સર્વિસિસ, હોસ્પિટલ્સ, ઉદ્યોગો, શિક્ષણ સહિતની દરેક બાબતોમાં ગુણવત્તાને મહત્વ આપવું જરૂરી બનશે. આમ કરવા માટે જ સરપંચ સંવાદ પ્રોગ્રામ થકી ગ્રાસરૂટ લેવલે પ્રયાસો થઇ રહ્યા છે. QCI સમગ્ર દેશમાં ગુણવત્તા વધારવા માટે પ્રયત્નશીલ છે. વધુમાં, અમે ભવિષ્યમાં ગુજરાત રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરવા અને ગુણવત્તા સંકલ્પ જેવી QCIની વિવિધ પહેલો દ્વારા રાજ્યભરમાં ગુણવત્તા લાવવા અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માટે સહયોગ કરવા પણ ઈચ્છીએ છીએ.