- કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા શ્રમિકો દટાયા
- એચ.આર ગ્રુપ કન્સ્ટ્રક્શન સાઈટમાં ભેખડ ધસી પડી
- કન્સ્ટ્રક્શન સાઇડ પર બેઝમેન્ટ પાર્કિંગનું કામ ચાલતું હતું
અમદાવાદમાં ભેખડ ધસી પડતા બાળકીનું મોત થયુ છે. જેમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા શ્રમિકો દટાયા હતા. એચ.આર ગ્રુપ કન્સ્ટ્રક્શન સાઈટમાં ભેખડ ધસી પડી હતી. કન્સ્ટ્રક્શન સાઇડ પર બેઝમેન્ટ પાર્કિંગનું કામ ચાલતું હતું ત્યારે આ ઘટના બની હતી.
બિલ્ડર દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયાસ શરૂ કરાયો
બિલ્ડર દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયાસ શરૂ કરાયો છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ઘસી પડતા એક બાળકી અને મજૂર દટાયા છે. આંબાવાડી સી.એન વિદ્યાલય રોડ પર આવેલ એચ.આર ગ્રુપ કન્સ્ટ્રક્શન સાઈટનો બનાવ છે. ભેખડમાં દટાયેલ બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે ભેખડ નીચે ડટાયેલ એક મજૂર ઇજાગ્રસ્ત થયો છે. કન્સ્ટ્રક્શન સાઇડ પર બેઝમેન્ટ પાર્કિંગ કામ ચાલી રહ્યું હતું. તથા સમગ્ર ઘટનાનો ઢાંક પીછોડો કરવા સ્થાનિક પોલીસ તેમજ ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરાઈ નથી.
ઘટનાને છુપાવવા મજૂર શ્રમિક પરિવારને બારોબાર હોસ્પિટલ લઈ જવાયો
બિલ્ડર દ્વારા આ ઘટનાને છુપાવવા મજૂર શ્રમિક પરિવારને બારોબાર હોસ્પિટલ લઈ જવાયો છે. અગાઉ નરોડામાં બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડતા દુર્ઘટના ઘટી હતી. ભેખડ ધસી પડતા મહિલા શ્રમિક સહિત 3ના મોત થયા હતા. વરસાદના કારણે ભેખડ ધસી પડી હોવાની માહિતી સામે આવી હતી. ફાયર વિભાગને ફોન આવ્યો હતો ત્યાં પહોંચ્યા બાદ જાણ થઈ કે ત્રણ મજૂરો દટાયા હતા જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમને બચાવી શકાયા નહોતા. આ દુર્ઘટનામાં મહિલા સહિત 3 લોકો મોતને ભેટતા શોકનો માહોલ સર્જાયો હતો. આ તમામ લોકો રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી હોવાની માહિતી સામે આવી હતી. અમદાવાદના રીંગરોડ સર્કલ પાસે હંસપુરા દેહગામ રોડ પાસે આવેલી ફોર્ચ્યુન એમ્પાર કન્સ્ટ્રકશન સાઇટ ખાતે આ ઘટના બની હતી.