- અગાઉ સાદકપોર ગામે દીપડાએ યુવતી પર કર્યો હતો હુમલો
- ભય વચ્ચે લટાર મારતા દીપડાનો વીડિયો વાયરલ થયો
- વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ
ચીખલીમાં લટાર મારતા દીપડાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં અગાઉ સાદકપોર ગામે દીપડાએ યુવતી પર હુમલો કર્યો હતો. દીપડાના ભય વચ્ચે લટાર મારતા દીપડાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
વનવિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી
નવસારીમાં ચીખલીના સાદકપોર ગામે યુવતી ઉપર દીપડાના હુમલા બાદ લોકોમાં ભયનો માહોલ છે. ચીખલી પંથકમાં દીપડાના ભય વચ્ચે લટાર મારતા દીપડાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો કયા ગામનો છે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. તેમજ વનવિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
રાજ્યમાં અવારનવાર દીપડાઓનો આતંક
ગુજરાત રાજ્યમાં અવારનવાર દીપડાઓનો આતંક સામે આવતો હોય છે. નવસારી જિલ્લામાં પણ દીપડાઓની વસ્તી છે. ગામડાઓમાં દીપડાઓ ઘૂસી જતાં હોય છે અને લોકો પર હુમલો કરી મોતના મુખમાં નાખી દે છે. જેમાં ચીખલીના સાડકપોર ગામમાં શિકારની શોધમાં ફરી રહેલા દીપડાએ શૌચ કરવા બહાર નીકળેલી 24 વર્ષીય યુવતી પર હમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ આખા ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. તાબડતોબ જ વન વિભાગ અને ચીખલી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ દીપડાને શોધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
દીપડાએ ઘર નજીક જ છાયાની લાશને ફાડી ખાધી
દીપડાનો પ્રહાર એટલો ઘાતકી હતો કે યુવતીને તેના પંજામાંથી છૂટવાનો મોકો જ ન મળ્યો. થોડીવારમાં જ યુવતી મોતને ભેટી હતી. દીપડાએ ઘર નજીક જ છાયાની લાશને ફાડી ખાધી હતી. દોઢથી બે કલાક બાદ છાયા ઘર પરત ન ફરતા પરિજનોને ખરાબ હાલતમાં છાયાની લાશ મળી હતી. આ અંગેની જાણ થતા વન સંરક્ષક, RFO તેમ જ ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સાથે જ ગ્રામ સરપંચ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ આવ્યા હતા.