- શિક્ષણની સાથે બાળકોની સલામતી પણ જરૂરી : DEO
- વ્યાયામ અને કસરત સમયે યોગ્ય તકેદારી રાખવી’
- આચાર્યની જેતપુર અને જસદણમાં બેઠક યોજાઇ હતી
રાજ્ય સરકારે હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજકોટ DEO દ્વારા તમામ શાળાના આચાર્યને સૂચના આપવામાં આવી છે કે, શિક્ષણની સાથે બાળકોની સલામતી પણ જરૂરી છે.
આ સાથે જ બળ પૂર્વકનું કામ બાળકો પાસે ન કરાવવા સૂચના આપવામાં આવી છે. જેની સાથે જ છેલ્લા થોડાં સમયથી બાળકોમાં પણ હાર્ટ એટેકની ઘટના વધી રહી છે. જેના કારણે શિક્ષણ વિભાગમાં પણ આચાર્યોને તાકીદ કરવામાં આવ્યા છે અને બાળકો સાથે યોગ્ય રીતે વર્તન કરવામાં આવે તેવી માહિતી આપવામાં આવી છે.
બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં DEO તરફથી કરવામાં આવેલા સૂચનમાં જણાવવામાં આવ્યું છેકે, વ્યાયામ અને કસરત સમયે યોગ્ય તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. તેમાં બળ પૂર્વકનું કામ બાળકો પાસે ન કરાવવા સૂચના આપવામાં આવી છે.
નોંધનીય છેકે, ગુજરાતમાં છેલ્લાં ત્રણ અઠવાડિયામાં 20 વર્ષ કરતાં નાની ઉંમરના પાંચ ટીનેજર્સના હાર્ટ એટેકના કારણે આકસ્મિક મૃત્યુ નીપજ્યાં છે. કોરોના બાદ નાની ઉંમરમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું નિષ્ણાત ડૉક્ટરો જણાવે છે. ડૉક્ટરો કહે છે કે ખાસ કરીને હૃદયની મહાધમની સાથે જોડાયેલી નાની ધમનીઓ અને સ્નાયુઓમાં રક્તપ્રવાહના અવરોધના કારણે હાર્ટ એટેકના કેસ વધ્યા છે.