- વોર્ડ નં-2માં પાણીનો પ્રશ્ન જટિલ બન્યો : થાળીઓ વગાડી વિરોધ દર્શાવ્યો
- પાલિકાને ઊંઘમાંથ જગાડવા પાલિકાભવન ખાતે માટલા ફેડી થાળીઓ વગાડી હતી
- ગટર અને પાણીની સમસ્યા રોજ વિકટ બનતીજતી હોવાથી સ્થાનિકો ખુબજ હેરાન થઈ ગયા
મહુધા ના વોર્ડ નંબર-2 મા છેલ્લા કેટલાય સમય થી પાણી ની સમસ્યા ખુબજ વિકટ બનતા સ્થાનિકોએ નગરપાલિકામા વારંવાર રજૂઆતો કરીહતી પરંતુ પાલિકા તરફ્થી કોઈ યોગ્ય નિવારણના આવતા સ્થાનિકોએ આજે પાલિકાને ઊંઘમાંથ જગાડવા પાલિકાભવન ખાતે માટલા ફેડી થાળીઓ વગાડી હતી
મહુધા શહેરમાં ગટર અને પાણીની સમસ્યા રોજ વિકટ બનતીજતી હોવાથી સ્થાનિકો ખુબજ હેરાન થઈ ગયા છે તો વોર્ડ નંબર 2 મા પીવાના પાણી ની ખુબજ વિકટ સમસ્યા હોવાથી વોર્ડ નંબર 2 ના રહીશોએ પાલિકાને વારંવાર રજૂઆતો કરી હતી પરંતુ પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ના આવતા અને પાણીનો પ્રશ્ન ઉકેલવામાં નાહઇઆવતા આજે બપોરે વોર્ડ નંબર-2 ના રહીશોએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો અને પાલિકા ભવન મા પીવાના પાણી ના માટલા ફોડીયા હતા અને બહેરી બની ગયેલી અને ઊંગીગયેલી પાલિકા ને જગાડવા થાળીઓ વગાડી હતી આ પહેલા પણ વોર્ડ નંબર 2 ના રહીશોએ પાલિકાને લેખીત રજૂઆતો કરી હતી પણ કોઈ નિરાકરણ ના આવતા છેવટે આજે સ્થાનિકોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તેમજ પાલિકા મા હલ્લાબોલ કાર્યબાદ મામલતદાર મહુધા ને પાણીના મુદ્દે રજૂઆત કરીહતી તેમજ જો ટુંકસમય મા પાણી ના પ્રશ્ન નુ નિરાકરણ નહિઆવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી હતી.