- આજે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાના વધારાને મંજૂરી
- કર્મચારીઓને મળતું કુલ ભથ્થું વધીને 46 ટકા થશે
- રાજ્યમાં ફિક્સ પેના કર્મચારીઓને 30 ટકા સુધીનો વધારો મળશે
રાજ્ય સરકારના ફિક્સ પે ના કર્મચારીઓને દિવાળી પહેલા સારા સમાચાર સામે આવી શકે છે. જેમાં ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસમાં કરવામાં આવી શકે છે. છેલ્લા ઘણા સમયથી ફિક્સ પેના કર્મચારીઓને કોઈ પગાર વધારો આપવામાં આવ્યો ન હતો, તેથી હવે સરકાર ટૂંક સમયમાં જ ફિક્સ પેના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી શકે છે.
ગુજરાત સરકાર દ્વારા લાંબા સમયથી ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે ફિક્સ પેના કર્મચારીઓની લાંબા સમયથી પગાર વધારાની માંગણી કરી રહ્યા હતા. લાંબા સમયથી તેઓ એક જ પગારમાં કામ કરી રહ્યા છે. સરકાર ટૂંક સમયમાં ફિક્સ પેના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી શકે છે.
કેટલા ટકા સુધીનો થશે વધારો ?
આ સાથે જ ટૂંક સમયમાં જ સરકાર તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. લગભગ 25 થી 30 ટકાનો પગાર વધારો કરવામાં આવી શકે છે. ત્યારે હવે ફિક્સ પેના કર્મચારીઓની દિવાળી સુધરી જશે તેવી આશા રાખવામાં આવીરહી છે. જોકે પગાર વધારા સાથે સરકાર એરિયર્સ ચૂકવશે કે નહિ તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. અંદાજે 60 હજાર જેટલા કર્મચારીઓને લાભ મળશે. છેલ્લે વર્ષ 2017માં વધારો કરાયો હતો.
છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકારની વહીવટી તંત્રમાં ઓતપ્રોત થઈ જનારી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી છે. જેમાં પણ ફિક્સ પેમાં કોઈ વધારો થયો નથી. જેને કારણે કર્મચારીઓની કામગીરી પર અસર થઈ રહી છે. ત્યારે સરકાર હવે સત્વરે આ નિર્ણય લઈ શકે છે.