- બોલિવુડ ટાઇગર શ્રોફ અમદાવાદની મુલાકાતે
- મિર્ચી ગરબામાં રમઝટ બોલાવશે ટાઇગર
- અમદાવાદ આવવા રવાના થયો અભિનેતા
નવરાત્રિનો આજે ચોથો દિવસ છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ નિમિત્તે વિશિષ્ટ આયોજનો થતાં હોય છે. જેમાં અનેક કલાકારોને પણ નવરાત્રિમાં મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવે છે.
નવરાત્રીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ વચ્ચે જો વાત કરીએ ગુજરાતના ગરબાની તો દરેક જગ્યા ચર્ચા થતી હોય છે. ત્યારે બોલિવુડ સેલેબ્સ પણ ગરબાને લઇને ઉત્સાહિત હોય છે. આ વખતે ઘણા સેલેબ્સ નવરાત્રિને લઇને ગુજરાતની મુલાકાતે છે. અભિનેતા આયુષ્માન ખુરાના અને વરુન ધવને જામનગરની મુલાકાત લીધી હતી. તો હવે કાયમ પોતાના સ્ટંટ અને ડાન્સને લઇને ચર્ચામાં રહેનારો ટાઇગર શ્રોફ પણ આજે અમદાવાદની મુલાકાતે છે. આ વચ્ચે આજે અમદાવાદમાં મિર્ચી ROCk N Dholના ગરબામાં બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ હાજર રહેવાના છે.
બોલિવુડ અભિનેતા ટાઇગર ડાન્સના અલગ-અલગ ડાન્સના સ્ટેપ્સ આરામથી કરી લે છે. જ્યારે આજે તે અમદાવાદની મુલાકાતે છે તો ટાઇગર પણ ખૈલૈયાઓની સાથે ગરબાના રંગમાં રંગાઇ જશે. હાલ તો ટાઇગર શ્રોફ મુંબઇ એરપોર્ટથી અમદાવાદ આવવા રવાના થઇ ગયો છે. જેનો વીડિયો સામે આવી રહ્યો છે. ટાઇગરના આગમનને લઇને અમદાવાદમાં પણ ખેલૈયાઓમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે બોલિવુડ અભિનેતા તેની આગામી ફિલ્મ ગણપતને લઇને ચર્ચામાં છે. હાલ તે ફિલ્મના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. થોડાક દિવસ અગાઉ જ ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની ફિલ્મ ‘ગણપત’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.