- પદવી સ્ટેજ પર એનાયત ન થતા પદવી લેવા પડાપડી
- વિદ્યાપીઠના ઇતિહાસમાં આવો માહોલ અમે નથી જોયો: વિદ્યાર્થી
- અમે કલાકો સુધી પદવી લેવા બેસી રહ્યા: વિદ્યાર્થી
ગુજરાત વિદ્યાપીઠમાં પદવીદાનમાં અવ્યવસ્થાનો માહોલ સર્જાયો છે. જેમાં પદવી સ્ટેજ પર એનાયત ન થતા ડીગ્રી લેવા પડાપડી કરી છે. વિદ્યાપીઠના ઇતિહાસમાં આવો માહોલ અમે નથી જોયો તેમ વિદ્યાર્થીઓ જણાવી રહ્યાં છે. તથા કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે અમે કલાકો સુધી પદવી લેવા બેસી રહ્યા હતા. છેવટે પદવી મેળવવા માટે પડાપડી કરવી પડી હતી.
પદવી સ્ટેજ પર એનાયત ન થતા વિદ્યાર્થીઓએ પડાપડી કરવી પડી
પદવી સ્ટેજ પર એનાયત ન થતા વિદ્યાર્થીઓએ પડાપડી કરવી પડી છે. વિદ્યાપીઠના ઇતિહાસમાં આવો માહોલ પ્રથમ વખત સર્જાયો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે અમે કલાકો સુધી પદવી લેવા બેસી રહ્યા અને છેવટે ડીગ્રી મેળવવા માટે પડાપડી કરવી પડી છે. ગુજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારોહ દેશની યુનિવર્સિટીમાં અલગ ઓળખ ઉભી કરતો હોય છે. જેમાં આજે વિદ્યાપીઠમાં જે થયું એ દુઃખદ છે તેમ પણ વિદ્યાર્થીઓ જણાવી રહ્યાં છે.
નવરાત્રી મહોત્સવમાં પ્રતિબંધ લાગતા વિદ્યાર્થીનીઓમાં રોષ
ગઇકાલે નવરાત્રી મહોત્સવમાં પ્રતિબંધ લાગતા વિદ્યાર્થીનીઓમાં રોષ ફેલાયો હતો. અગાઉ ફી અને સર્વધર્મ પ્રાર્થના પર પ્રતિબંધ મુદ્દે વિવાદ સર્જાયો હતો. સમૂહ જીવનનો વિચાર જેના પાયામાં છે ત્યાં નવા સત્તાધીશોની ભેદભાવભરી નીતિ છે. અગાઉ ફી વધારો અને સર્વધર્મ પ્રાર્થના ગાવાને લઈ વિવાદ સર્જાયો હતો. તેમજ છાત્રાલયમાંથી કાઢી મૂકવાની ધમકી આપ્યાનો વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે. જે સંસ્થામાં વિદ્યાર્થીઓ હાથમાં ઝાડું લઈને સફાઈ કરે છે, સમુહ જીવનના વિચાર જેના પાયામાં છે એવી શહેરના આશ્રમ રોડ સ્થિત ગુજરાત વિદ્યાપીઠમાં નવરાત્રી મહોત્સવને લઈ નવા સત્તાધીશોની વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વચ્ચેના ભેદભાવ ભરી નીતિથી શિક્ષણ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયાં છે.
નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર સદંતર પ્રતિબંધ
વિદ્યાપીઠ પરીસરમાં 50 વર્ષથી ચાલતા નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર સદંતર પ્રતિબંધ લાદતા ભારે આક્રોશ ફેલાયો છે. એટલુ જ નહી, વિદ્યાર્થિનીઓ ક્યાંક વિરોધ ન કરી શકે એ માટે ગૃહમાતા દ્વારા તેમને છાત્રાલયમાંથી કાઢી મુકવાની ધમકીઓ અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. આમ પ્રથમ ફી વધારો એ પછી સર્વધર્મ પ્રાર્થના અટકાવવાના વિવાદ બાદ ગુજરાતની સંસ્કૃતિ સમા ગરબા મહોત્સવના નવા વિવાદથી ચકચારી મચી છે. આ અંગે કુલનાયકે જણાવ્યુ હતુ કે, નવરાત્રીનું આયોજન કમિટી દ્વારા કરાતું હોય છે અને આ મુદ્દે મને કોઈ જાણ નથી. બીજી તરફ વિદ્યાર્થીઓનો એવો આક્ષેપ છે કે, કુલનાયકે પ્રથમ ગરબાનું આયોજન ન કરવાની સૂચના અપાઈ હતી. રજિસ્ટ્રારે હંમેશાની માફક ચુપકીદી જ સેવી હતી.