- 21 તારીખે લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે
- દક્ષિણ પૂર્વ, દક્ષીણ મધ્યમાં લો પ્રેસર સિસ્ટમ બની
- રાજ્યમાં તાપમાન 34 થી 36 ડિગ્રી આસપાસ રહેશે
હાલમાં નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા નહીવત જોવામાં આવી રહી છે. ત્યાં આ વચ્ચે અબર સાગરમાં મોટી હલચલ જોવા મળી રહી છે અને વેરાવળથી 998 કિલોમીટર દૂર લો-પ્રેશર સર્જાયું છે. જેની સાથે જ આગામી સમયમાં લો-પ્રેશર ડીપ ડિપ્રેશનમાં પરિણમશે તેવી પણ સંભાવના જોવામાં આવી રહી છે. હવામાન વિભાગે સંભવિત વાવાઝોડા અંગે અપડેટ આપી છે.
આગામી દિવસની સ્થિતિ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, વરસાદ રહેશે અને ભારે પવન પણ ફૂંકાશે. હાલ અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાયું છે. આગામી 24 કલાકમાં વેલ માર્ક લો-પ્રેશર બનવાની સંભાવના છે. તે બાદ લગભગ 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બનવાની સંભાવના છે. તેથી આજથી જ માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. જેથી માછીમારો અને શીપને અરબ સાગરમાં તે બાજુ જવાની મનાઇ છે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યું કે, અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાયું છે. વેરાવળથી 998 કિમી દૂર લો-પ્રેશર સર્જાયું છે. આગામી 24 કલાકમાં વેલ માર્ક લો-પ્રેશર બનશે. 21 ઓક્ટોબર સુધીમાં ડીપ ડિપ્રેશન બની શકે છે. આગામી 24 કલાકમાં વેલ માર્ક લો-પ્રેશર બનશે. સાથે જ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે એવી સંભાવના છે. વાવાઝોડું બનશે કે નહીં એની પુષ્ટિ થઈ નથી. બીજી બાજુ, 20 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાશે.
તેમજ દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને તેની નજીક લક્ષદ્વિપના વિસ્તાર પર એક સંભવિત ચક્રવાતી સિસ્ટમ તૈયાર થઈ ચૂકી છે. ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું કે, અરબ સાગરમાં લો પ્રેશરનું ક્ષેત્ર તૈયાર થઈ રહ્યું છે અને જો તે તેજ થયું તો, ચક્રવાતનું રૂપ લઈ શકે છે. જેની સાથે જ પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધવા અને 21 ઓક્ટોબરની આજુબાજુ મધ્ય અરબ સાગર ઉપર એક પ્રેશર બનવાની સંભાવના છે. અધિકારીઓ દ્વારા ચક્રવાતની સંભવિત તીવ્રતાનું નક્કી કરવામાં આવી નથી.