- સત્વરે બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે : ગ્રામજનો
- નદીના બ્રિજ ઉપર પૂરના પાણી ફરી વળતાં બ્રિજ બિસમાર થઇ ગયો છે
- બ્રિજ સમારકામને લઇને બંધ હોવાથી વાહનચાલકોને 40 કિ.મી ફરીને જવું પડે છે
ગળતેશ્વર મહી નદી ઉપર ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો બ્રિજ બિસ્માર થઇ ગયો હતો. આ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ બ્રિજનું કામ એકદમ ધીમીગતિએ ચાલે છે. આ બ્રિજ સમારકામને લઇને બંધ હોવાથી વાહનચાલકોને 40 કિ.મી ફરીને જવું પડે છે. આ બ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરી ને કાર્યરત કરવામા આવે તેવી ગ્રામજનો અને વાહનચાલકોની માંગ છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગળતેશ્વર મહી નદીના બ્રિજ ઉપર પૂરના પાણી ફરી વળતાં બ્રિજ બિસમાર થઇ ગયો છે. આ બ્રિજના સમારકામને લઇને છેલ્લા 20 દિવસથી અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ હોવાથી વડોદરા જિલ્લાના વરસડા, કોઠાર, ડેસર જેવાના ગામોના વિદ્યાર્થી ઓને ભણવા માટે ઠાસરા આવવા જવામાં ભારે મુશ્કેલીઓ વઠેવી પડે છે. આ બ્રિજનું કામ માત્ર ચાર કલાક ચાલે છે. બ્રિજ બંધ હોવાથી 15 ઉપરાંત ગામોના ગ્રામજનોને 40 કિ.મી અંતર કાપીને અવર જવર કરવું પડે છે. સત્વરે બ્રિજનું કામ પૂર્ણ કરીને પુલ કાર્યરત થાય તેવી ગ્રામજનોની માગણી છે.