- જિલ્લામાં તંત્રની તવાઈ છતાંય ખનીજ ચોરીનો ખેલ યથાવત્
- માઇન્સ સુપરવાઇઝરે કુલ 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી
- ધોળીયા ગામની સીમમાં ઉંડા કુવામાં ખનીજ ચોરી થઇ રહી છે
મૂળી તાલુકાના ધોળીયા ગામની સીમમાં ઉંડા કુવામાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે જિલ્લા ખાણ ખનીજ અધિકારીએ પોલીસ સાથે રેડ કરતા અંદર 10 શ્રમિકોને બહાર કાઢી ખનીજ ચોરી કરાવનાર સહિત 11 શખ્સો સામે મૂળી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.
મૂળી-થાનગઢ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અગાઉ ખનીજ ચોરી કરેલા ઉંડા કુવામાંથી માટી ઉલેચીને ખનીજ ચોરી કરતા સમયે ઝેરી ગેસથી 3 શ્રમિકોના મોત થયા હતા. ત્યારે જિલ્લા ખાણ ખનીજ અધિકારી નિરવ બારોટને બાતમી મળી હતી કે ધોળીયા ગામની સીમમાં ઉંડા કુવામાં ખનીજ ચોરી થઇ રહી છે. જેથી ખાણ ખનીજ અધિકારીએ મૂળી પોલીસની ટીમને સાથે રાખી રેડ કરી હતી. રેડમાં ઉંડા કુવામાં મજુરો કામ કરતા હોવાનું જણાતા તાત્કાલિક અધિકારીએ નગામના સરપંચને બોલાવી ટ્રેકટર દ્વારા કુવામાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરતા અંદરથી 10 શ્રમિકો કામગીરી કરતા જણાતા તમામને બહાર કઢાયા હતા. આ લોકોની પ્રાથમિક પુછપરછ કરતા આ તમામને અભા ભુદરભાઇ થરેસા(રહે.ધોળીયા) ખનીજ ચોરી કરવા લાવ્યા હોવાનું જણાવતા 11 શખ્સો સામે ખાણ ખનીજ વિભાગના માઇનસ સુપરવાઇઝર નૈતીકભાઇ કણઝરીયાએ રૂ. 5.39 લાખની ખનીજ ચોરીની મૂળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે. જે 11 શખ્સો ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. તેમાં લલીત જનકભાઇ સાતોલા, અક્ષય દેવકુભાઇ સાતોલા, કિશન ધીરૂભાઇ સાતોલા, બુધાભાઇ દેવકુભાઇ સાતોલા(તમામ રહે.ધોળીયા), અજય કાનાભાઇ બાખકીયા(રહે.વગડીયા), વિક્રમ હેમતભાઇ, વિપુલ ધીરૂભાઇ, હરેશ ગટુભાઇ ધાખડીયા, રાયમલ સાગરભાઇ, જેમા લક્ષ્મણભાઇ તેમજ અભા ભુદરભાઇ થરેસાનો સમાવેશ થાય છે.