- દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડશે
- આ સમયે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા
- ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં ગુજરાતમાં 16 થી 24 ઓગસ્ટમાં સારા વરસાદની શકયતા દેખાઈ રહી છે.વરસાદથી ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શકયતા છે.સાથે સાથે બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શકયતાઓ સેવાઈ રહી છે જેના કારણે આવા પાંદડાનો નાશ કરવો હિતાવહ છે.
ઓગસ્ટ પૂર્ણ થતા સારો વરસાદ થઈ શકે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે,30 ઓગસ્ટે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ રહેશે.સાથે સાથે ઓગસ્ટ મહિનામાં વરસાદી ઝાપટા પડશે,ખેડૂતોને હાલમાં વાવેતર કરવુ હશે તો શકય બનશે.આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, ધોળકા, બોટાદ,સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગો અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં જ્યાં હજુ સુધી સારો વરસાદ નથી ત્યાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહશે.
હળવા વરસાદની શકયતા
વાયુ મંડળમાં એટમોસ્ટ વેવના કારણે બંગાળના ઉપસાગરમાં તેની અસર જોવા મળશે આ અસર 15 ઓગસ્ટની આસપાસ જોવા મળશે,ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં નોની કન્ડિશનના કારણે સારો વરસાદ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.ઓગસ્ટ મહિનો અડધો પૂર્ણ થશે ત્યા સુધીમાં સારો વરસાદ આવવાની શકયતા છે.દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શકયતા છે,સાથે સાથે પૂરની શકયતાઓ ઓછી સેવાઈ રહી છે.
શું કહે છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી નથી. ઓફશોર ટ્રફ સક્રિય હોવાના કારણે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 506 MM વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. જો કે રાજકોટ, જામનગર, જૂનાગઢમાં પણ વરસાદ વરસવાની આગાહી છે.