- ગાંધીનગરમાં ‘એક પેડ મા કે નામ’નું અભિયાન શરૂ
- ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા
- અધિકારીઓ દ્વારા 500થી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું
ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર) ખાતે “એક પેડ મા કે નામ”નું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના લેકાવાડા ખાતે ICG ખાતે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
200થી વધુ અધિકારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો
ઇન્સ્પેક્ટર જનરલ ટેકુર શશી કુમાર, ટીએમ કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન (NW)ના નેતૃત્વ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ICG ના 200 થી વધુ અધિકારીઓ અને નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. નોંધનીય છે કે ભારતીય કોસ્ટ ગાર્ડને દરિયામાં પર્યાવરણીય સંરક્ષણ માટેની ફરજો સોંપવામાં આવી છે અને પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે વૃક્ષારોપણને પણ નિયમિત રીતે કરવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ પર, ગાંધીનગર ખાતેના પ્રાદેશિક મુખ્યાલયે 500 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ખેડામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
ખેડા જિલ્લામાં 15 મી ઓગસ્ટ 2024 રાજ્યકક્ષાના ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે વૃક્ષારોપણ કરીને ‘એક પેડ મા કે નામ’ કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો. નડિયાદ તાલુકાના પીપલગ ગામે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં જુદાજુદા વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ પ્રંસગે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જિલ્લા પોલીસ અધિકારી રાજેશ ગઢિયા અને જિલ્લા વન સંરક્ષક અભિષેક સામરિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ, પ્રાતં અધિકારીઓ, મામલતદારો સહિત મહેસુલ અને પંચાયત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્નારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. અંદાજિત 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. નોંધનીય છે કે, 9 ઓગસ્ટ સુધી જિલ્લાના કુલ 1000 કર્મચારીઓ દ્વારા અંદાજિત 4000 જેટલા વૃક્ષો વાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.