- પશુપાલકોનું દબાણ દૂર કરવા મામલતદારને આવેદનપત્ર
- પશુપાલકોએ દબાણકર્તાને કહેતા ગેરવર્તાવ કર્યાનો આરોપ
- સમલી ગામના પશુપાલકોએ આવેદનમાં જણાવ્યા મુજબ તેઓ પશુપાલન સાથે સંકળાયેલા છે
હળવદના સમલી ગામે ગૌચરની જમીનમાં ખેત તલાવડી બનાવવા ન દેવા તેમજ દબાણ દૂર કરવા સ્થાનિક પશુપાલકો દ્વારા મામલતદારને આવેદન આપી રજૂઆત કરાઈ છે.
સમલી ગામના પશુપાલકોએ આવેદનમાં જણાવ્યા મુજબ તેઓ પશુપાલન સાથે સંકળાયેલા છે અને આ ગામમાં આશરે 15 વીઘામાં ગૌચરની જમીન આવેલી છે. જે જમીનમાં ગામના ખેડૂતો ખેત તલાવડી બનાવવા તજવીજ કરતા હોય ત્યારે આ અંગે પશુપાલકોએ કહેતા તલાવડી બનાવનારે કહ્યું હતું કે, તલાવડી તો અહીંયા જ બનશે અને ખેત તલાવડી બન્યા બાદ અહીંયા પશુઓને ન લાવવા પણ કહ્યું છે. આ અંગે પશુપાલકોએ શખ્સ વિરોધ નોંધાવ્યો છે. સાથે જ ગૌચરની જમીનમાં દબાણ હોય તે પણ દૂર કરવા અને ખેત તલાવડી ન બનાવવા દેવા મામલતદારને પશુપાલકોએ આવેદન આપ્યું છે અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.