- ગત વર્ષે 203 કેસમાંથી 130 પેન્ડિંગ રહી, પારવારિક ઝઘડાના કેસો વધ્યા
- ઘાટલોડિયા, બાવળા, ધોલેરા, ધંધૂકા વિસ્તારની જમીનના 15માંથી એક કેસમાં પોલીસ ફરિયાદ
- છેલ્લા સાત મહિનામાં નોંધાયેલા 100થી વધુ કેસમાંથી 61 કેસનો નિકાલ કરાયો
અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી હેઠળ રચાયેલી સીટની બેઠકમાં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં જમીન સબંધિત મિલ્કતોમાં છેતરપિડીંના વર્ષે 150થી વધુ કેસ આવે છે. મહિને સરેરાશ 15 કેસ આવે છે. જુલાઇની બે બેઠકમાં ઘાટલોડિયા, બાવળા, ધોલેરા અને ધંધુકા વિસ્તારની જમીનના 15 કેસનો નિકાલ કરાયો હતો.
જેમાં એક કેસ પોલીસ ફરિયાદના આદેશ અપાયા હતાં. પારિવારિક ઝઘડાંના કેસો વધી રહ્યા છે. છેલ્લા સાત મહિનામાં નોંધાયેલા 100થી વધુ કેસમાંથી 61 કેસનો નિકાલ કરાયો છે. હાલ 14 પેન્ડિંગ છે. સીટની બેઠકમાં શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારના વધુ કેસ હોય છે. કેટલાક કિસ્સામાં પુનઃ તપાસ માટે પણ કેસ મોકલી અપાય છે.
સીટની બેઠકમાં ખોટી સહીં અંગૂઠાથી ખોટી પાવર ઓફ્ એટર્ની અને જમીન મિલકતની તબદીલી ઉપરાંત 420, છેતરપિંડીના કેસ, ખોટા દસ્તાવેજો ઉભા કરવાના કેસ, દસ્તાવેજોમાં ખોટી સહીં કરવાના કેસ કેસોની ચર્ચા થાય છે અને પુરાવાની સમીક્ષા કરીને પોલીસ ફરિયાદના આદેશ કરાય છે. જાન્યુઆરી-2024થી અત્યાર સુધીમાં ચાર બેઠક મળી છે. જેમાં તા.23-2-24ની બેઠકમાં પોલીસ ફરિયાદ સાથે સૌથી વધુ 34 કેસનો નિકાલ કરાયો હતો. આ પછી 23-5-24ના રોજ પાંચ પોલીસ ફરિયાદ સાથે 26 કેસનો નિકાલ કરાયો હતો. જ્યારે 9-7-24માં 9 કેસ અને 16-7-24માં 6 કેસ મળી જુલાઇમાં કુલ 15 કેસનો નિકાલ કરાયો છે. જેમાં 14 કેસમાં પુરાવાની ચકાસણી કરી સમાધા અથવા દફતરે કરાયા હતાં.