- કાપડ વેપારીનું 4 અન્ય વેપારીઓએ કર્યુ હતુ અપહરણ
- રૂપિયાની લેતી દેતી મામલે હોટલમાં ગોંધી રાખ્યો હતો
- મૃતક વેપારીની પત્ની સુરત આવતા અનેક ખુલાસા થયા
સુરતમાં કાપડ વેપારીના શંકાસ્પદ મોત મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વેપારીનું ચાર અન્ય વેપારીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે અને રૂપિયાની લેતી દેતી મામલે આ કાપડ વેપારીને હોટલમાં ગોંધી રાખ્યો હતો.
મૃતક વેપારીની પત્ની સુરત આવતા અનેક મોટા ખુલાસા થયા
મૃતક વેપારીની પત્ની સુરત આવતાની સાથે જ આ સમગ્ર મામલે અનેક ખુલાસા થયા છે. મૃતક અને તેની પત્નીનો છેલ્લો ફોટો પણ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે ડીંડોલીના મધુરમ સર્કલ નજીક આ બનાવ બન્યો છે. ચોથા માળે આવેલી ડિલાઈટ ઈન નામની હોટલની ઘટના છે. જ્યા રાકેશ ચૌધરી હોટલમાંથી નીચે પટકાયો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
મિતેશ પટેલ સહિત અન્ય ટેક્સટાઈલ વેપારી શંકાના દાયરામાં
ત્યારે હાલમાં મિતેશ પટેલ અને અન્ય ટેક્સટાઈલ વેપારી શંકાના દાયરામાં છે, ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પણ તેનું સારવાર દરમિયાન મોત થયુ છે. ત્યારે હાલમાં વેપારી મિતેષ પટેલ ફરાર હોવાની માહિતી મળી છે. આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.