- ડો.મનીષા અમરેલિયાનું સર્ટિ બનાવટી હોવાનું ખૂલ્યું
- ડો.મનીષાના સર્ટિ પર ચાલતી હતી અનન્યા હોસ્પિટલ
- જામનગરની કોલેજમાં MBBSનો અભ્યાસ કર્યાનું સર્ટિ
બાવળાની નકલી હોસ્પિટલ માટે મોટો ખુલાસો થયો છે. જેમાં અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને લઈ ખુલાસો સામે આવ્યો છે કે ડોક્ટર મનીષા અમરેલિયાનું સર્ટિ બનાવટી હોવાનું ખૂલ્યું છે. ડો. મનીષાના સર્ટિ પર અનન્યા હોસ્પિટલ ચાલતી હતી. જામનગરની કોલેજમાં MBBSનો અભ્યાસ કર્યાનું સર્ટિ આપ્યુ હતુ.
જામનગરની કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે
જામનગરની કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. મનીષા અમરેલિયા નામની કોઈ વ્યક્તિએ અભ્યાસ કર્યો નથી. સૌરાષ્ટ્ર યુનિ.માં અભ્યાસ કર્યો હોય તેવો કોઈ રેકર્ડ નથી. તેથી ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાવળાની નકલી હોસ્પિટલ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મામલે મોટો ખુલાસો થયો છે. તેમાં ડો.મનીષા અમરેલીયાનુ સર્ટિફિકેટ પણ બનાવટી હોવાનુ સામે આવ્યુ છે. મનીષા અમરેલીયાના સર્ટિફિકેટ પર અનન્યા હોસ્પિટલ ચલાવામાં આવતી હતી. જેમાં જામનગરની કોલેજમાં MBBSનો અભ્યાસ કર્યો હોવાનું સર્ટિફિકેટ બનાવ્યુ હતુ.
અમદાવાદના બાવળામાં થોડા દિવસ પહેલા નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી
અમદાવાદના બાવળામાં થોડા દિવસ પહેલા નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી. ત્યારે આ મામલે પોલીસને વધુ મોટી સફળતા મળી છે. પોલીસે નકલી હોસ્પિટલ કેસમાં 7 લોકોની ધરપકડ કરી હતી અને બાવળામાં નકલી હોસ્પિટલની સાથે નકલી લેબોરેટરી પણ હોવાનો ખુલાસો થયો હતો.પોલીસે અનન્યા હોસ્પિટલમાંથી પુરાવા નાશ કરવાના ઈરાદે CCTVનું N.V.R રેકોર્ડર ગુમ કરનારની પણ ધરપકડ કરી હતી. આ સાથે જ બોગસ પેથોલોજી લેબ ચલાવનારની પણ ધરપકડ કરવામાં આવી હતી. કેરાળા GIDC પોલીસે આ તમામ આરોપીઓને ઝડપ્યા હતા. થોડા દિવસ અગાઉ જ અમદાવાદ આરોગ્ય વિભાગના દરોડામાં આ આખી નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી, આ હોસ્પિટલ મેહુલ ચાવડા નામનો બોગસ ડોકટર ચલાવતો હતો. એક બાળકીના મોત બાદ વીડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી, જેમાં PHC સેન્ટરના ડોકટર ઋતુરાજ ચાવડાએ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો.