- સુરતના ડુમસ રોડથી કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યાત્રા નીકળી
- સી આર પાટીલ, હર્ષ સંઘવી સહીત અનેક નેતાઓ જોડાયા
- સુરતમાં બે કિલોમીટર સુધીનો રોડ તિરંગામય થયો હતો
સુરતના ડુમસ રોડના Y જંક્શન થી પીપલોદ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની તિરંગા યાત્રા નીકળી હતી. જેમાં સી આર પાટીલ, હર્ષ સંઘવી સહીત સ્થાનિક નેતાઓ જોડાયા હતા. બે કિલોમીટરનો રોડ તિરંગામય થયો હતો. મીની ભારત તરીકે ઓળખાતા સુરતમાં અલગ અલગ રાજ્યના લોકો એ અલગ વેશભુષા ધારણ કરી દેશ ભક્તિની કલા કૃતિ રજૂ કરી હતી.
સુરતમાં તિરંગા યાત્રા નીકળવાની હોવાથી વાહનચાલકોને અડચણ ન પડે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા બપોરે 1 વાગ્યાથી SVNIT તરફના રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
કયા રસ્તા પર વાહન વ્યવહાર બંધ
• SK નગર ચાર રસ્તાથી SVNIT સર્કલ તરફના બંને મુખ્ય માર્ગ
• જોલી પાર્ટી પ્લોટ ચાર રસ્તાથી Y જંકશન તરફના બંને માર્ગ
• જોલી પાર્ટી પ્લોટથી રાહુલરાજ મોલ ત્રણ રસ્તા તરફનો માર્ગ
• SK નગર પાસે વાહન પાર્કિંગ કરવા સામે પ્રતિબંધ ફરમાવાયો છે
• ઉધના મગદલ્લા રોડ પર ગણગૌર ચાર રસ્તા પાસે પાર્કિંગ કરવા સામે પ્રતિબંધ છે.
આ વૈકલ્પિક રસ્તા ફાળવવામાં આવ્યા
• એરપોર્ટ તરફ જવા પાર્લે પોઇન્ટ બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઇને અણુવ્રત દ્વારથી કેનાલ રોડ થઇને અગ્રવાલ ટ્રસ્ટ સ્કૂલથી આગમ શોપિંગ થઇ સિટી પ્લસ સિનેમા.
• એરપોર્ટ તરફ જવા પાર્લે પોઇન્ટ બ્રિજથી ઉમરા-પાલ બ્રિજથી ONGC બ્રિજ પરથી જઇ શકાશે.
• મગદલ્લા તરફથી આવતા વાહનો અમોર હોટલ મગદલ્લા 3 રસ્તાથી સર્વિસ રોજ થઈ ONGC કોલોનીથી SK નગર જઇ શકાશે.