- બંને પક્ષોએ સરખેજ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગની ક્રોસ ફરિયાદ નોંધાવી
- બન્ને જૂથના શખ્સોએ અનેક વ્હીકલોની તોડફોડ કરીને ભયનું વાતાવરણ ઉભુ કર્યુ
- ચાર શખ્સોએ યુવક ને લાકડીઓ વડે મારમાર્યો હતો
મકરબામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ઝઘડો થતાં આમને સામને પથ્થરમારોનો બનાવ પોલીસ ચોપડે નોધાયો છે. બન્ને જૂથના શખ્સોએ અનેક વ્હીકલોની તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભુ કર્યુ હતુ. ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસ ત્યાં પહોંચી હતી.
બન્ને જૂથોએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથધરી છે. સરખેજમાં આરીફ પટેલ નમાજ પઢીને ઘરે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેના જ ગામના ઇમરાન બેલરને કેટલાક શખ્સો બીભત્સ શબ્દો બોલીને મારમારી રહ્યા હતા. આથી આરીફ ત્યાં જતા ફરાજખાને કહ્યુ કે, આ જાંબુવાળો છે તેમ કહીને છરી લઇને હુમલો કર્યો હતો. આરીફને બચાવવા અસ્લમશા વચ્ચે પડતા તેણે પણ ફરાજખાન, સાનુ, ટીપુ, આમિર અને સલીમે લાકડીઓ વડે મારમાર્યો હતો. આ અંગે આરીફે સરખેજ પોલીસ સ્ટેશનમાં પાંચેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ, મકરબામાં વસીમ શેખ પરિવાર સાથે રહે છે. તે બપોરે ઘરે હતા ત્યારે ઇમરાન ડોસાણી સહિતનું ટોળુ તેમના ઘર પાસે આવીને વ્હીકલોમાં તોડફોડ કરી રહ્યુ હતુ. જેથી વસીમ જોવા માટે ઘરની બહાર આવતા ઇમરાન સહિતના ટોળાએ તેમની પર હુમલો કર્યો હતો. આટલુ જ નહીં, ઇમરાન સહિતના શખ્સોએ પથ્થરમાર્યો હતો. આ અંગે વસીમે સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇમરાન, મહેબૂબ, એજાજ સહિત ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.