- વિરાટનગરમાં AMC દ્વારા કાર્યક્રમનું આયોજન
- યાત્રા કેસરીનંદન ચોકથી બેટી બચાવો સર્કલ જશે
- જીવણવાડી સર્કલ થઇને ખોડીયાર મંદિરે થશે પૂર્ણાહુતિ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તિરંગા યાત્રાની શરુઆત કરાવી છે. આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે.
તિરંગા યાત્રાની શરુઆત કરાવતા અમિત શાહનું સંબોધન
યાત્રાની શરુઆત કરાવતા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાઓને જીગરનાં ટુકડા કહીને સંબોધન કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, તિરંગા યાત્રાનું આયોજન દરેક જિલ્લાનાં હેડ ક્વાર્ટરમાં કરવામાં આવ્યું છે. આ યાત્રા યુવાઓમાં ઉત્સાહ ભરવાનું કામ કરે છે. 2047 માં વિકસિત ભારતની રચનાનાં સંકલ્પનું પ્રતિક બને છે. ગુજરાતની એક પણ ઘર ઓફિસ એક પણ વાહન એવું નાં રહે જેના પર તિરંગો નાં હોય. ગુજરાત તિરંગામય બને અને તિરંગાથી દેશભક્તિ વધે તેના માટે આયોજન કર્યું છે. નરેન્દ્રભાઇ એ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન કર્યું તેના પાછળ ત્રણ લક્ષ્ય હતા. યુવાઓને બાળકને આઝાદીનો ઇતિહાસ જણાવવાનો પ્રયાસ હતો. 75 થી 100 વર્ષની યાત્રા ભારતને વિશ્વમાં નંબર 1 બનાવવા નો પુરુષાર્થ માટેનો સમય છે.
સમગ્ર દેશમાં તિરંગા યાત્રાને લઇ ઉત્સાહઃ અમિત શાહ
અમિત શાહે તિરંગા યાત્રા વિશે જણાવ્યું કે, હર ઘર તિરંગા અભિયાન PM મોદીએ શરૂ કર્યું હતું. PM મોદીએ 3 લક્ષ્ય નક્કી કર્યા હતા. ‘દરેક નાગરિક આઝાદીની લડાઇનું મહત્વ સમજે તે જરૂરી’ તેમજ આ યાત્રાનું મહત્ત્વ 75 વર્ષમાં દેશની સિદ્ધીઓને લોકો સુધી પહોંચાડવાનું છે. આગામી 25 વર્ષમાં લોકોને વિકાસ સાથે જોડવાનું લક્ષ્ય છે. દરેક ક્ષેત્રમાં ભારતને નંબર 1 બનાવવા પુરૂષાર્થ કરવું છે. આઝાદીના 100માં વર્ષે ભારત સંપૂર્ણ વિકસીત હોય તેવું લક્ષ્ય છે. જે સંકલ્પ લીધા છે તેને સિદ્ધી સુધી પહોંચાડવાનું કામ થઇ રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં મોટી મોટી સિદ્ધીઓ સર કરી છે.