- અફગાન ચરસનો જથ્થો બિનવારસી મળી આવ્યો
- અંદાજિત એક કરોડથી વધુનાં ચરસના પેકેટ મળ્યાં
- ખાનગી કંપનીની પાછળ,દરિયા કિનારેથી મળ્યું ચરસ
સુરતના દરિયાકિનારેથી બિનવારસી હાલતમાં ત્રણ ચરસના મોટા પેકેટ મળી આવ્યા છે. જેની કિંમત અંદાજે એક કરોડથી વધારેની થાય છે. એસઓજીની ટીમને મળેલ બાતમીના આધારે દરિયા કિનારે તપાસ કરતા ચરસ મળી આવ્યું હતું. ચરસના પેકેટ શીપમાંથી ફેંકી દેવામાં આવ્યા હોવાની શક્યતા છે.
સુરત શહેર SOG ની ટીમ હજીરા રોડ પહોંચી
સુરતની એસઓજી ટીમે દરિયા કિનારે પહોંચીની દરિયા નજીકથી ચરસ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરિયા કિનારાના વિસ્તારમાં તપાસ કરતા ડ્રગ્સના પેકેટ શીપમાંથી ફેંકી દેવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
વલસાડ જિલ્લામાં ફરી મળી આવ્યો ચરસનો જથ્થો
ગુજરાતમાં બિનવારસી ચરસનો જથ્થો મળી આવવાનો સિલસિલો ચાલુ થયો છે. ત્યારે આજે સુરત બાદ વલસાડનાં ભાગલ ગામેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. બિનવારસી ચરસના 21 પેકેટ મળ્યા છે. અગાઉ ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસનો જથ્થો મળ્યો હતો. ડુંગરી પોલીસ, SOG, મરીન પોલીસે ચરસના પેકેટ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના 70 કિલોમીટરથી વધુ લાંબા દરિયાકિનારે પોલીસ દ્વારા ટીમ બનાવી તપાસ હાથ ધરાઈ છે.