- રાજ્ય સરકારે બદલી માટેની તારીખો જાહેર કરી
- શિક્ષકો માટે વધઘટ તથા આંતરિક બદલીઓ થશે
- આંતરિક બદલીઓ બે તબક્કામાં કરવામાં આવશે
ગુજરાત સરકાર દ્વારા બદલી માટે રાહ જોઈ રહેલા શિક્ષકો માટે વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવેલ છે. બદલી માટે રાહ જોઈ રહેલા શિક્ષકો માટે વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર થઈ છે. જેમાં જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે.
24 થી 28 ઓગસ્ટ દરમિયાન પૂર્વ તૈયારી
જિલ્લા આંતરિક બદલી કેમ્પ પ્રથમ તબક્કામાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન પૂર્વ તૈયારી કરવામાં આવશે. બદલી કેમ્પ 1 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. જિલ્લા આંતરિક બદલી બીજા તબક્કામાં પૂર્વ તૈયારી માટે 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે.
28 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર દરમિયાન બીજા તબક્કાનો મુખ્ય કેમ્પ
બીજા તબક્કાનો મુખ્ય કેમ્પ 28 સપ્ટેમ્બર થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાનાર છે. તથા વધ ઘટ બદલી કેમ્પ 20 થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાશે. ત્યારે સમગ્ર બાબતનો શિક્ષણ વિભાગે બદલીઓ સંદર્ભે વિગતવાર પરિપત્ર જાહેર કર્યો છે.