- સાયલા નજીક ટ્રક પાછળ આયસર ઘુસી જતા અકસ્માત
- આયસરમાં ફસાયેલા ચાલકના મૃતદેહને ક્રેનથી બહાર કઢાયો
- દશાડા પાટડી હાઇવે અન્ય એક અકસ્માતમાં એકનું મોત
અમદાવાદથી ચોટીલાને જોડતા નેશનલ હાઈવે પર મોટી ઘટના બની છે. જેમાં સુરેન્દ્રનગરમાં સાયલા નજીક એક ટ્રક પાછળ આયસર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળ પરજ આયસરના ચાલકનું મોત થયું છે. જ્યારે બીજી ઘટનામાં દશાડા પાટડી હાઈવે પર એક ટેઈલર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા એકનું મોત થયું છે.
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે. જેમાં ફરી એકવાર વધારો થયો છે. જેમાં ચોટીલા-અમદાવાદ નેશનલ હાઈવે પર સુરેન્દ્રનગરના સાયલા નજકી એક અકસ્માત થયો છે. જેમાં ટ્રકની પાછળ આયસર ઘુસી જવાના કારણે આયસર ચાલકનું મોત થયું છે. અકસ્માત એટલે ભયાનક હતો કે આયસરમાં ફસાયેલા ચાલકના મૃતદેહને ક્રેનથી બહાર કાઢવો પડ્યો હતો. અકસ્માતના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આ તરફ બીજી ઘટનામાં સુરેન્દ્રનગરના દશાાડા પાટડી હાઈવે પર પણ એક અકસ્માત થયો હતો. જેમાં ટેઈલર ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જેનાથી પરિવારમાં શોકનો મોજું ફરી વળ્યું છે.