- શહેરમાં ઠેર ઠેર 10 હજારથી વધુ ફાફડા-જલેબીના કાઉન્ટર્સ
- ફાફડાનો ભાવ કિલોના રૂ.500 થી રૂ.950
- શુદ્ધ ઘીની જલેબીના કિલોના રૂ.650થી રૂ.1,200
દશેરા તહેવાર નિમિત્તે બજારમાં ફાફડા-જલેબી અને ચોળાફળીનું દર વર્ષની માફક જબ્બર વેચાણ થવાનું છે. આ કાઉન્ટરો પરથી એક અંદાજ મુજબ 15 હજાર કિલો જેટલા ફાફડા-જલેબી અને ચોળાફળીનું વેચાણ થશે.
નવરાત્રિમાં આઠમના દિવસથી ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવવામાં આવે છે. 70 લાખની વસતિ ધરાવતા શહેરમાં નાના-મોટા મળીને આશરે 10,000 હજારથી વધુ ફાફડા-જલેબીના કાઉન્ટરો ઊભા કરીને વેચાણ કરાશે. બજારમાં ફાફડાનો ભાવ કિલોના રૂ.500 થી રૂ.950 સુધી બોલાય છે. જ્યારે શુદ્ધ ઘીની જલેબીના કિલોના રૂ.650થી રૂ.1,200 ભાવ ચાલી રહ્યા છે. ફાફડા-જલેબીની સાથે પપૈયાની છીણ, મરચાં અને કઢી આપવામાં આવે છે. મોટાભાગે સોસાયટીઓ અને પાર્ટી પ્લોટોમાં દશેરાના આગલી રાત્રે જ ઓર્ડર પર મંગાવીને લોકો ફાફડા, જલેબી અને ચોળાફળી આળોગી લેતા હોય છે. જો કે, બેસનના ભાવો ઘટી ગયા હોવા છતાં ફાફડા, જલેબી અને ચોળાફળી આટલા મોંઘા વેચાણ થઈ રહ્યા છે. કોટ વિસ્તાર, પ્રિૃમ અને પૂર્વ વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવીને ફાફડા, જલેબી અને ચોળાફળીનું વેચાણ કરાતું હોય છે. મોંઘવારીમાં ફાફડા, જલેબી અને ચોળાફળી ખાવા ઉપર નિયત્રણો મુકાયા છે, કારણ કે ચાર વ્યકિતના કુટુંબ હોય તો ઓછામાં ઓછું 500 ગ્રામ ફાફડા અને 250 ગ્રામ જલેબી લે તો જ બધાને પુરું થાય એટલે કે, 250ના ફાફડા અને 250ની જલેબી ખરીદવી પડે. આમ દશેરા દિવસે ફાફડા, જલેબી અને ચોળાફળી ખાય ત્યારે ખબર પડતી હોય છે કે, આટલા બધા ભાવો વધી ગયા છે?
સામાન્ય દિવસોમાં એએમસીના અધિકારીઓ નમૂના કાગળ ઉપર જ લેતા હોય છે
શહેરમાં જુદી જુદી જગ્યાએ બે દિવસ પહેલાથી જ ફાફડા-જલેબીના વેચાણ માટે મોટા માંડવા ઉભા કરવામાં આવ્યા છે. આ માંડવામાં ફાફડા- જલેબી બનાવીને વેચાણ કરવામાં આવતુ હોય છે. ત્યારે જ એએમસીના અધિકારીઓ ખાદ્ય પદાર્થોના નમૂના લઈને સતોષ માનતા હોય છે. જયારે સમાન્ય દિવસોમાં ફાફડા-જલેબીના નમૂના લે છે તેમાં સબસ્ટાન્ડર્ડ સામાન આવે તેવી શક્યતા જ વધુ હોય છે. સાચુ ચિત્ર રિપોર્ટ આવે ત્યારે સ્પષ્ટ થશે.
કેટલામાં ફાફડા વેપારીઓને પડતા હોય છે
ફાફડાના કારીગરે જણાવ્યુ હતુ કે, એક કિલો બેસનમાં દોઢ થી પોણા બે કિલો ફાફડા તૈયાર થતા હોય છે. જયારે ફાફડાની સાથે પૈપયાની છીણ આપવામાં આવતી હોય છે. જે એક પૈપયામાં 700 ગ્રામ છીણ બનતી હોય છે. જયારે એક કિલો ફાફડામાં 500 ગ્રામ તેલ વપરાતુ હોય છે. આમ એક કિલો ફાફડા ચટણી સાથે રૂ.275 સુધીમાં તૈયાર થાય છે. જયારે વેપારીઓ રૂ.500 થી 850માં વેચાણ કરે છે.