- અમદાવાદના જગતપુરમાં CM ભુપેન્દ્ર પટેલ કરશે વૃક્ષારોપણ
- ગાંધીનગરમાં રક્તદાન કરી જન્મ દિવસની ઉજવણી
- ફરીથી એકવાર અમિત શાહ 24 ઓક્ટોબરે ગુજરાત આવશે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મ દિવસ છે. જેમાં અમિત શાહના જન્મ દિવસની ઠેરઠેર ઉજવણી થઇ રહી છે. તેમાં ગાંધીનગર ખાતે રક્તદાન કરી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તથા અમદાવાદના જગતપુર ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરશે.
જગન્નાથ મંદિરમાં ભંડારો અને વિશેષ આરતીનું ધારાસભ્યોએ આયોજન કર્યું
જમાલપુર જગન્નાથ મંદિરમાં ભંડારો અને વિશેષ આરતીનું ધારાસભ્યોએ આયોજન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. જેમાં ઈફ્કોના પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. તથા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહી શકે છે. તેમજ ફરીથી એકવાર અમિત શાહ 24 ઓક્ટોબરે ગુજરાત આવશે.
નેનો ડેપ લિક્વિડ પ્લાન્ટનું લોકાર્પણ કરશે
તા. 24 ઓક્ટોબરે અમિત શાહ ઈફ્કો દ્વારા ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલ નેનો ડેપ લિક્વિડ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે એવી જાણકારી સામે આવી છે. મહત્વનું છે કે હાલમાં થોડા દિવસો પહેલા જ અમિત શાહ ગુજરાતમાં હતા અને તેમણે સમૌ ગામમાં શહીદ સ્મારક અને લાઈબ્રેરીનું ઉદ્ધાટન કર્યું હતું. સાથે જ માણસામાં કુળદેવી બહુચરજીની આરતી પણ કરી હતી.
ભાજપ સંગઠનમાં મોટા પાયે ફેરફારની શક્યતાઓ
તા. 26 ને સોમવારે મોડી રાત્રે યોજાયેલ બેઠક બાદ હવે આગામી સમયમાં સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતાઓ છે. ત્યારે તા. 13 ઓક્ટોમ્બરે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બંને દિલ્હી ગયા હતા. ત્યાં મોવડી મંડળ સાથે બેઠક યોજી હતી. બેઠક યોજાયાનાં 48 કલાક બાદ પણ ગુજરાતમાં વધુ એક બેઠક યોજાતા લોકમુખે એવું સાંભળવા મળ્યું હતું કે આગામી સમયમાં મોટા પાયે ભાજપમાં ફેરફારની શક્યતાઓ છે.