- અંબાજી મંદિરમાં હવનશાળામાં નવચંડી યજ્ઞનું આયોજન
- નવચંડી યજ્ઞમાં દાંતાના રાજવી પરિવાર હાજર રહેશે
- અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ
આજે દુર્ગાષ્ટમીનો પવિત્ર દિવસ છે, જ્યારે રાજ્યના વિવિધ શક્તિપીઠમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં ઠેર ઠેર લોકો પોતાના કુળદેવી અને અન્ય દેવીઓને રિઝવવાનો પ્રયાસ કરે છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના મોટા મંદિરોમાં ભારે ભીડ જામી છે. જગતજનની આરાસુરી અંબાજી માતાજીના મંદિરમાં માઈ ભક્તોની ભીડ જોવા મળી છે.
આઠમ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે અંબાજી પહોંચ્યા છે. જેમાં સવારે મંગળા આરતીમા ભકતો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેની સાથે જ આખા મંદિરમા ભકતો મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. તેમજ ગબ્બરના પર્વત પર પણ ભારે ભીડ એકત્ર થઈ છે. આજે માતાજીના આર્શીવાદ લેવા માટે ભક્તો પહોંચ્યા છે.
અંબાજીમાં નવરાત્રી દરમિયાન ભારે ભીડ એકત્ર થાય છે. જેના કારણે જ તંત્ર દ્વારા તમામ તકેદારીના ભાગ રૂપે પગલાં ભરવામાં આવ્યા છે. તેમજ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. જગત જનની માં અંબાજી રાજ રાજેશ્વરી સ્વરૂપ સિંહાસન પર બિરાજમાન થઈ લોકોને દર્શન આપી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલુ ગુજરાતમાં સૌથી મોટુ અંબાજી માતાજીનું મંદિર આજે વહેલી સવારથી જ માઇભક્તોથી ઉભરાઇ ગયુ હતુ. અહીં માઇ ભક્તોએ વહેલી સવારથી ભારે ભીડ લગાવી હતી. આજે માતાજીનું ખાસ નૈવેધ, હવન અને મહાપ્રસાદ થશે. માતાજીના દર્શન કરવા ઠેર ઠેરથી મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.