- 200 કરોડનું તૈયાર ડ્રગ્સ, 300 કરોડનું રો મટીરીયલ જપ્ત
- કોકેઈન, કેટામાઇન અને MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
- ઔરંગાબાદની અલગ અલગ 3 કંપનીમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્ય પોલીસ સહિત તમામ એજન્સીઓ દ્વારા ડ્રગ્સનું દુષ્ણ અટાકાવવા માટે વિવિધ પગલાં ભરી રહ્યા છે. ત્યારે વિવિધ જગ્યા પરથી ડ્રગ્સના નેટવર્કના પર્દાફાશ કરવામાં આવે છે. ત્યારે આ વચ્ચે મદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ડીઆરઆઈએ એક મોટું ઓપરેશન હાથ ધર્યું જેમાં આશરે 500 કરોડના ડ્રગ્સની વિગતો સામે આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, DRI અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મહારાષ્ટ્રના ઓરંગાબાદમાંથી 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ દરમિયાન 200 કરોડનું તૈયાર ડ્રગ્સ, 300 કરોડનું રો મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.
તપાસ દરમિયાન જપ્થ કરવામાં આવેલા જથ્થામાં કોકેઈન, કેટામાઇન અને MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ માટે ઓરંગાબાદની અલગ અલગ 3 કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાની વિગતો સામે આવી છે. જેમાં 3 આરોપીઓની DRIએ કરી ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના ઔરંગાબાદની જુદી જુદી ત્રણ કંપનીઓમાંથી 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ પણ કરી છે. મુખ્ય આરોપીના ઘર અને ફેકટરીથી ડ્રગ્સ ઝડપાયું છે. ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે DRIએ કાર્યવાહી કરી છે.