- વેસુમાં હોટલ ટેરેસ ઈનમાં ચાલતો ગોરખધંધો
- હોટલના મેનેજર જય દલાલની ધરપકડ
- નેતાઓ સાથે ફોટો પડાવી અન્ય સામે રૂઆબ જમાવતો
સુરતના વેસુ વિસ્તારની હોટલમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. જેમાં શહેરમાં વેસુ વિસ્તારમાં સ્પામાં રેડ યથાવત છે. વેસુમાં હોટલ ટેરેસ ઈનમાં ગોરખધંધો ચાલતો હતો. તેમાં હોટલના મેનેજર જય દલાલની ધરપકડ કરવામાં આવી છે.
નેતાઓ સાથે ફોટો પડાવી અન્ય સામે રૂઆબ જમાવતો
નેતાઓ સાથે ફોટો પડાવી અન્ય સામે રૂઆબ જમાવતો હતો. સ્થાનિક વિસ્તારમાં લોકોને ધમકવાતો હોવાની ચર્ચા પણ છે. સુરત શહેરમાં સ્પાની રેડ યથાવત છે. જેમાં પોષ વિસ્તાર વેસુની હોટલ ટેરેસ ઈનમાં રેડ કરવામાં આવી છે. ત્યારે સિગ્નેટ શોપર્સમાં ગોરખધંધો ચાલતો હતો. તથા હોટલનો મેનેજર ભાજપનો નેતા છે. તેમ જણાવી સ્થાનિક વિસ્તારમાં લોકોને ધમકવાતો હોવાની ચર્ચા છે. ત્યારે વેસુ પોલીસની રેડમાં સમગ્ર કાંડ ખુલ્યો છે.
હોટલના મેનેજર જય નગીનભાઈ દલાલની ધરપકડ કરવામાં આવી
હોટલના મેનેજર જય નગીનભાઈ દલાલની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં વેસુ વિસ્તારમાં લકી ફેમિલી સ્પા અને ફીલ ફેમિલી સ્પામાં દેહ વ્યાપારનો ગોરખધંધો ચાલતો હતો. પોલીસે દરોડો પાડીને 9 મહિલા સહિત 13ની ધરપકડ કરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની મિસીંગ સેલ બાતમીને આધારે વેસુ વિસ્તારમાં લકી ફેમિલી સ્પા અને ફીલ ફેમિલી સ્પામાં પર રેડ પાડી દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. સુરત મિસિંગ સેલને બાતમી મળી હતી કે, આભવા વિસ્તારમાં આવેલ વેસ્ટ ફીલ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ દુકાન નંબર 4માં લકી ફેમિલી સ્પા અને દુકાન નંબર 1માં ફીલ ફેમિલી સ્પાના માલિક દ્વારા સ્પાનું લાયસન્સ મેળવીને તેમાં દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. જે હકિકતના આધારે સુરત મિસિંગ સેલની ટીમ દ્વારા આ જગ્યાએ રેડ કરવામાં આવી હતી.